દાંતા: ઘરમાં ઘુસી બળાત્કારની કોશીષ અને લુંટના આરોપીઓને પોલીસ દ્વારા બચાવવાના પ્રયાસ

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત,દાંતા

દાંતા તાલુકાના એક ગંભીર બનાવને લઈ પંદર દિવસ વિતી ગયા છતાં દાંતા PSI આરોપીઓને છાવરવાના પ્રયત્નો કરી રહ્યા હોય એમ જોવા મળી રહ્યુ છે.

આ ઘટના આશરે પંદર દિવસ પહેલા બની હતી જેમા દાંતા તાલુકાના એક ગામમા મહિલા જ્યારે એકલી હતી ત્યારે ભમ્મરસિંહ છગનસિંહ સોલંકી રહે મોહબ્બતગઢ નાઓની સાથે આવેલા લુખ્ખા તત્વો પૈસાનુ બાનુ કરીને ઘરમાં ધુસી  ગયેલ ગયા હતા. આ મહિલાનો એકલતાનો લાભ લઈ ભમ્મરસિંહ અને તેમની તલવાર સાથે આવેલા આ લુખ્ખા તત્વો ઘરમાં ઘુસી એકલી મહિલા સાથે બળજબર કરી બળાત્કાર કરવાની કોશિષ કરી હતી.
ત્યાર બાદ આ નરાધમોનો જીવના માન્યો અને મહિલા પાસેથી સોનાની બે તોલાની ચેન અને રોકડ રકમ અને મોબાઈલની લૂંટ ચલાવી હતી ત્યાર બાદ ઘરની બહાર નીકલી ફરાર થતા પહેલા ઘર આગળ પડીલી ગાડીના કાચ પણ તોડીને નુકશાન કર્યુ હતુ.

આ પણ વાંચો – લાડોલ: પાડોશની યુવતીને રોટલી બનાવવા બોલાવી આચર્યુ દુષ્કર્મ

આ ભમ્મરસિંહ અને તેની સાથે આવેલ ગુંડાઓ જ્યારે મહિલા સાથે બળાત્કાર કરવાની કોશીષ અને ઘરમાં લુંટ કરી રહ્યા હતા ત્યારે મહિલાએ પોતાના બચાવ માટે બુમો પાડેલી હતી જેથી આસપાસના બચાવ કરવા માટે આવતા મોટુ ટોળુ જોઈ ફરાર થઈ ગયા હતા અને સાથે સાથે મહિલાને ધમકી પણ આપતા ગયા હતા કે આ બનાવની ફરિયાદ તમે જો પોલીસ સ્ટેશનમાં કરીશ તો તને જાનથી મારી નાખવામાં આવશે.
આ બનાવ અંગેની નામજોગ  ફરિયાદ દાંતા પોલીસ સ્ટેશનમાં નોંધાવવા છતા પોલીસ હજુ સુધી આરોપીઓની ધરપકડ ના કરતી હોવાથી આરોપીઓને બચાવવાના પ્રયત્નો કરી રહી હોય તેમ જાણવા મળી રહ્યુ છે.જેથી પીડીત મહિલા માંગ કરી રહી છે કે આ આરોપીઓને ધરપકડ કરો નહી તો મારે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવી પડશે. 
રીપોર્ટ – જ્યોતી પટેલ, એડીટ – નીરવ
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.