નવી ફિલ્મોના અભાવે થિએટર શરૂ થવામાં વિલંબકોરોના મહામારીના કારણે સિનેમાઘર માલિકોને લાખો રૂપિયાનું નુકસાન

કોરોના ને કારણે દેશમાં લોકડાઉન લાગુ કરાતા 7 મહિનાથી સિનેમાઘરો પણ બંધ હતા. જો કે હવે અન્લોકમાં અનેક વસ્તુઓને છૂટ મળી રહી છે.અનલોક 5 ની અનેક જોગવાઈઓ આજથી અમલમાં આવવાની છે. લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે સિનેમા, મલ્ટિપ્લેક્સ, સ્વિમિંગ પુલ અને મનોરંજન પાર્ક આજથી ખુલશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે થિયેટરો અને મલ્ટિપ્લેક્સ માટે વિગતવાર માર્ગદર્શિકા જારી કરી છે. જેથી કોઈ પણ પરિસ્થિતિમાં કોરોના ચેપની સ્થિતિ ઉભી ન થાય.કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલા નિયમો અનુસાર સિનેમા હોલમાં એક પછી એક બેઠક ખાલી રહેશે. હોલના ફક્ત 50 ટકા પ્રેક્ષકો જ અંદર આવી શકશે. સિનેમા હોલમાં પ્રવેશનારાઓએ હંમેશાં માસ્ક પહેરવા પડશે. અંદર વેન્ટિલેશનની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે અને એસીનું તાપમાન 23 ડિગ્રીથી ઉપર રાખવું આવશ્યક છે.જે સીટ પર પ્રેક્ષકો બેઠા નથી તે પર તેના પર ક્રોસ માર્ક હોવું આવશ્યક છે. સિનેમા હોલની અંદર જવા માટે, મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન હોવી જરૂરી છે. મૂવી જોતી વખતે કોઈપણ પ્રકારની વસ્તુઓ ખાવા પીવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.ટિકિટ ખરીદવાની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન રહેશે. સિનેમા હોલમાં એન્ટ્રી અને એક્ઝિટ ગેટ, લોબીની સમયાંતરે સફાઇ કરવામાં આવશે અને દરેક શો બાદ સિનેમા હોલની સફાઇ કરવામાં આવશે. તમામ દર્શકોને સેનિટાઈઝર પૂરા પાડવાની જવાબદારી સિનેમા હોલ મેનેજમેન્ટની રહેશે.સિનેમા હોલ ખોલતા પહેલા, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સિનેમા હોલના પ્રતિનિધિઓને મળ્યા અને કહ્યું કે તેમને આશા છે કે હોલના માલિકો કેન્દ્ર અને રાજ્યોના માર્ગદર્શિકાનું સખ્તપણે પાલન કરશે. તેમણે કહ્યું કે સિનેમા હોલમાં સામાજિક અંતર અને સેનિટાઈઝેશનને પગલે ખૂબ મહત્વનું રહેશે.કોરોના મહામારી દરમિયાન સમગ્ર દેશ અને રાજ્ય માં વિવિધ ધંધા રોજગાર બંધ કરવાની ફરજ પડી હતી જેમાં અનેક ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ને મોટા નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો જેમાં મનોરંજન ના વ્યવસાય સાથે સંકળાયેલા થિયેટરો ને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.મહેસાણા શહેર માં કોરોના મહામારી ના વર્ષે થી લોકો ની વધું ભીડ એકત્રિત થતી હોય તેવા સિનેમા હોલ સરકાર દ્વારા સમગ્ર રાજ્ય માં બંધ કરી દેવામાં આવ્યા હતા જેમાં મહેસાણા શહેર માં આવેલા બે સિનેમાગૃહો ને પણ બંધ કરી દેવાની ફરજ પડી હતી.મહેસાણા શહેર માં આવેલા વાઇડ એન્ગલ થિયેટર માં કોરોના મહામારી દરમિયાન દોઢ વર્ષે થી પ્રત્યેક મહિને રૂ 1.5 લાખ જેટલો ખર્ચ વેઠવાનો વારો આવ્યો હતો વાઇડ એન્ગલ સિનેમા ગૃહ માં કુલ 4 સ્ક્રીન આવેલી છે જેમાં 1000 દર્શકો ની બેઠક ની ક્ષમતા રહેલી છે વાઇડ એન્ગલ ના મેનેજર ચિરાગ પટેલે જણાવ્યું જતું કે કોરોના મહામારી ના સમય માં સરકાર દ્વારા ટેક્સ માં રાહત આપવામાં આવી હતી તેમજ આ મહામારી ના સમય માં સ્ટાફ ના પગાર અને થિયેટર ની જાળવણી પાછળ રૂ દોઢ લાખ નો ખર્ચ વેઠી રહ્યા છે.વધુ માં જણાવ્યું હતું કે કોવિડ ના કારણે હાલ માં કોઈ નવું ફિલ્મ બની નથી તેમજ આગામી 15 જુલાઈ સુધી માં જો કોઈ મિટિંગ મળશે ત્યારબાદ થિયેટર શરૂ કરવામાં આવશે.મહેસાણા ના ગોપી સિનેમા પાસે આવેલ સિને પલ્સ થિયેટર માં દર્શકોની કેપિસિટી 700ની છે તેમજ સીને પલ્સ થિયેટર માં બે સ્ક્રીન આવેલા છે મહિને 60 હજાર નું નુકશાન વેઠવુ પડી રહ્યું છે. થિયેટરો દર્શકો વિના સુના પડ્યા મહેસાણા વાઇડ એન્ગલ સિનેમા ઘર માં અગાઉ 15 જુલાઈ શરૂ થવાની ચર્ચાઓ  થઈ છે

Contribute Your Support by Sharing this News: