મહેસાણામાં આગામી વિધાન સભાની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષની ખાસ ઉપસ્થિતિમાં શુક્રવારે જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કોરોબારી બેઠક બેઠક મળી

July 3, 2021

મોંઘવારી મુદ્દે જનઆંદોલન છેડાશે : અમિત ચાવડા

ગરવી તાકત >મહેસાણા-મહેસાણામાં આગામી વિધાન સભાની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષની ખાસ ઉપસ્થિતિમાં શુક્રવારે જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કોરોબારી બેઠક બેઠક મળી હતી. મહેસાણાના રાધનપુર સ્થિત આવેલ ઉમંગ પાર્ટી પ્લોટ ખાતે શુક્રવારે બપોરે મળેલ જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર તેમજ આમ આદમી પાર્ટી પર તીખા શબ્દોમાં પ્રહાર કર્યા હતા. જેમાં મોંઘવારી માટે જન આંદોલન છેડવા તેમજ આગામી વિધાનસભા ચૂંટણી માટે મિશન-૨૦૨૨માં જન વિશ્વાસ મેળવવા ઉપસ્થિત કોંગી કાર્યકરોને આહ્વાન કર્યું હતું.સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ પહેલી વખત જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કોરોબારીની બેઠક મળી હતી. આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેલ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં મોંઘવારીએ માજા મુકતાં પ્રજા બેહાલ બની ગઈ છે. જ્યારે રાજ્યમાં દારૂ-જુગાર અને હપ્તાખોરી જેવી બદીએ માથું ઉંચક્યું છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં તકવાદી આમ આદમી પાર્ટી પણ વરસાદના દેડકાની જેમ ગુજરાતમાં કુદી પડી છે. આગામી દિવસોમાં મોંઘવારીથી પિડાઈ રહેલ જનતા સમર્થનમાં જન આંદોલન છેડવાની હાંકલ કરી હતી.આ પ્રસંગે તેમણે વધુ જણાવ્યું હતું કે, ગત ચૂંટણીઓની નિરાશાથી બહાર નિકળી આગામી વિધાનસભા ચૂંટણીના મિશન-૨૦૨૨ માટે જન વિશ્વાસ હાંસલ કરવા તૈયારીઓ આરંભી દેવા કાર્યકરોને સૂચન કર્યું હતું. આ માટે જિલ્લામાં સંગઠનનું પુન: ગઠન કરી કોંગ્રેસને મજબુત કરવા ઉપસ્થિત કોંગી આગેવાનોને કામે લાગી જવા જણાવ્યું હતું. ઉપરાંત કોંગ્રેસમાંથી જૂથબંધી દુર કરવાની દિશામાં પ્રયાસો કરવા કોંગ્રેસના અગ્રણી તેમજ કાર્યકરોને હાંકલ કરી હતી. આ પ્રસંગે કોંગ્રસના અગ્રણી જયરાજસિંહ પરમાર, જગદીશ ઠાકોર, નરેશ રાવલ, એ.જે. પટેલ, ભરતજી ઠાકોર તેમજ માનસિંહજી ઠાકોર સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0