કડીની કેનાલમાંથી યુવકની લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે- ફોગાયેલ હાલતમા મૃતદેહ

શેર કરવા અહીં ક્લિક કરો.
કડી પંથકમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ગઈકાલે સાંજે કેનાલમાં ફોગાયેલી હાલતમાં લાશ તરતા જોઈ રાહદારીઓ તાત્કાલીક પોલીસ ને જાણ કરી હતી. આ તરફ કેનાલમાં થી યુવકની લાશ મળી હોવાના સમાચાર વાયુવેગે પંથકમાં પ્રસરી જતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.પોલિસે મૃતકની લાશ ને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી યુવકની ઓળખવીધી કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો – 7 કરોડના ખર્ચે બનેલ પુલ 2 વર્ષમાં જ હાલ પડુ કે કાલ પડુની પરીસ્થીતીમાં એજન્સીને બ્લેકલીસ્ટની માંગ : બેચરાજી

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આદુંદરા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી યુવકની લાશ મળી આવી છે. નર્મદાની મુખ્ય કેનાલ નજીકથી પસાર થતા રાહદારીએ લાશને તરતી જોતાં પોલિસને જાણ કરી હતી. આ તરફ સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાંથી મૃતકની લાશને બહાર નિકાળવામાં આવી. જોકે વધુ સમય પાણીમાં રહેવાથી લાશ ફોગાયેલી હાલતમાં જોવા મળી હતી.

આ પણ વાંચો – ઉંઝા પોલીસે જીલ્લા ટ્રાફીક પોલીસની મદદથી 4.30 ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપ્યો

ઉત્તર ગુજરાતની કેનાલમાંથી લાશ મળવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગઈકાલે સાંજે  મળેલ આશાસ્પદ યુવકની લાશ મામલે પોલિસે તેની ઓળખવીધી કરવા તપાસ તેજ કરી છે.પ્રાથમીક તપાસમાં મૃતક યુવકની 30 થી 35 વર્ષ હોવાનું સામે આવ્યું છે. કડી પોલિસે પાલિકાની સબવાહીની બોલાવી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે સરાકરી દવાખાને ખસેડવામાં આવી હતી.
Attachments area
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.