લોકલ ક્રાઇમ બ્રાન્ચે બેચરાજીમાં રેઈડ કરી “મામી”ના ઘરેથી 4.87 લાખનો દારૂ ઝડપ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમી આધારે બેચરાજી ખાતે આવેલ એક મકાનમાં રેઈડ કરી 4.87 લાખનો વિદેશી દારૂ કબ્જે કરી બે આરોપીને ઝડપી પાડ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે રેડઈ 2903 દારૂની બોટલો ઝપ્ત કરી આરોપી વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચો – 7 કરોડના ખર્ચે બનેલ પુલ 2 વર્ષમાં જ હાલ પડુ કે કાલ પડુ ની પરીસ્થીતીમાં ; એજન્સીને બ્લેકલીસ્ટની માંગ : બેચરાજી

મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ  બાતમી મળી હતી કે, બેચરાજીમાં આવેલ નવદુર્ગા ચોકની બાજુમાં રહેતી રમીલાબેન જોષી ઉર્ફે મામી તથા તેનો દિકરો જીતેન્દ્ર ઉર્ફે જીત્યો ભેગા મળી તેમના રહેણાકના મકાનમાં દારૂનો વેપાર કરે છે. જે બાતમી આધારે ક્રાઈમ બ્રાન્ચે અચાનક રેઈડ કરી ઘટનાસ્થળેથી મુદ્દામાલ સહીત આરોપીને ઝડપી પાડ્યા હતા. જેમાં પોલીસને તેમના આરોપીના બાજુના મકાનમાં તથા ઘરની આગળ પડેલી રીક્ષામાંથી વિદેશી દારૂની બોટલો મળી આવેલ જેને પણ પોલીસે ઝપ્ત કરી લીધી હતી. પોલીસને આ રેઈજમાં કુલ 2903 બોટલો મળી આવેલ જેની કીમંત 4,87,925/- જેટલી થાય છે. આ સીવાય રીક્ષાને પણ કબ્જે લઈ 5.87 લાખનો સામાન જપ્ત કરી બન્ને આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.