7 કરોડના ખર્ચે બનેલ પુલ 2 વર્ષમાં જ “હાલ પડુ કે કાલ પડુ” ની પરીસ્થીતીમાં – એજન્સીને બ્લેકલીસ્ટની માંગ : બેચરાજી

December 24, 2020

ગુજરાત  સરકાર દ્વારા બનાવાયેલ રોડ – રસ્તા તથા પુલની કામગીરીમાં ગુણવત્તા નહી જળવાતા તથા કોન્ટ્રાક્ટરો સાથેની મીલીભગતના કારણે રસ્તા/પુલ બન્યાના થોડા જ સમયમાં જર્જરીત થઈ જતા હોય છે. કેટલાક રસ્તાઓ તો એવા છે જેને વર્ષમાં એક નહી પરંતુ બે વખત રીપૈર અથવા આખા નવા જ બનાવવા પડ્યા છે.  રાજ્યમાં અનેક પુલ/બ્રીજ એવા છે જે ગેરંટી પીરીયડમાં જ જર્ઝરીત થઈ ગયા હોવાથી તેને ફરીથી રૈપેર કરી જનતાની સુરક્ષાને જોખમમાં મુકી બ્રીજ/પુલનો ઉપયોગ ચાલુ રખાયો છે. ગેરંટી પીરીયડમાં જ આવી રીતે  રસ્તા/પુલ તુટી જતા એને બનાવનાર એજન્સી વિરૂધ્ધ કોઈ એક્શન નહી લેવાતા સરકારના માણસોની પણ તેમની સાથેની મીલીભગત ઉપર સવાલ ઉઠવા વ્યાજબી છે. પરંતુ ભરતજી ઠાકોરે તેમના મતવિસ્તારમાં બે વર્ષ પહેલા બનાવેલ નવો પુલ તુટી જતા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી કોન્ટ્રાક્ટર/અધીકારીઓ/એજન્સી વિરૂધ્ધ કડક પગલા ભરવા રજુઆત કરી છે. 

બેચરાજી મતવિસ્તારમાં આવેલ સાપાંવાડા ગામ નજીક બે વર્ષ પહેલા ગુજરાત સરકારે 7 કરોડનો ખર્ચો બતાવી રૂપેણ નદી ઉપર એક પુલનુ નિર્માણ કરાવ્યુ હતુ. જ્યારે આ પુલની કામગીરી થઈ રહી હતી ત્યારે સ્થાનીકોને ધ્યાને આવ્યુ હતુ કે એજન્સી નબળી કામગીરી કરી હલકી ગુણવત્તાનો માલ-સમાન વાપરી રહી છે જેની રજુઆત સરકારી અધીકારીઓને તત્કાલ ધોરણે કરવામાં આવી હતી. પરંતુ અધીકારીઓએ તેમની વાતને નકારી કાઢી પુલની કામગીરી જેમ-તેમ કરી પુરી કરાવેલ. નબળી કામગીરી તથા હલકી કક્ષાનો સામાન વપરાતા પુલ બન્યાને થોડા જ દિવસો બાદ એની ઉપર ગાબડા પડવા લાગ્યા હતા. જેની રજુઆત બેચરાજી ધારાસભ્યે અધીકારીઓને કરી હતી પરંતુ એજન્સી વિરૂધ્ધ કોઈ કડક પગલા લેવાની જગ્યાએ તેમને પુલને રીપૈર કરાવી દીધો હતો. 

પુલનુ ઉદઘાટન કર્યા પહેલા આ પુલનો ઉપયોગ શરૂ કરી દેવાયો હતો જેથી પુલનો એક છેડો અત્યારે બેસી ગયો છે. પુલ ઉપર ભારે ભરખમ વાહનોનુ અવર જવર છે જેથી તે ગમે ત્યારે ધરાશાઈ થઈ શકે છે અને મોટી દુર્ઘટના ભવિષ્યમાં બની શકે તેવી ભીંતી સર્જાઈ છે. આ મામલે બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોરે સી.એમ.ને પત્ર લખી પુલનુ નીર્માણ કરનાર ભ્રષ્ટ એજન્સી/કોન્ટ્રાક્ટર તથા અધીકારીઓ વિરૂધ્ધ કડક પગલા ભરવાની માંગ કરી છે. ધારાસભ્યએ પત્રમાં એવી પણ ભલામણ કરી છે કે આવી ભ્રષ્ટ એજન્સીને બ્લેકલીસ્ટ તથા અધીકારીઓને સસ્પેન્ડ નહી કરવામાં આવે ત્યા સુધી રસ્તાઓ તથા પુલ તુટવાનો સીલસીલો બંધ નહી થાય. 

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0