ઉંઝા પાસે આવેલ મક્તુપુર- બ્રાહ્મણવાડા વાળા રસ્તા ઉપર એક હ્યુન્ડાઈની મેગ્ના કારમાં 1.24 લાખનો વિદેશી દારૂ ઝડપાયો હતો. ઉંઝા પોલીસે ચોક્કસ બાતમી આધારે મહેસાણા ટ્રાફીકની મદદથી વોચ ગોઠવી કારચાલક સહીત બીજા એક ઈસમને 4.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. તેમજ અન્ય એક શખ્સ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરાઈ હતી.
આ પણ વાંચો –7 કરોડના ખર્ચે બનેલ પુલ 2 વર્ષમાં જ “હાલ પડુ કે કાલ પડુ” ની પરીસ્થીતીમાં – એજન્સીને બ્લેકલીસ્ટની માંગ : બેચરાજી
બુધવારના રોજ ઉંઝા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પાલનપુરથી મહેસાણા તરફ એક સફેદ કલરની હ્યુન્ડાઈ મેગ્ના કાર(નંબર GJ-01-RH-1605) માં વિદેશી દારૂ ભરી હેરફેર થવાની છે. જે બાતમી આધારે ઉઁઝા પોલીસે બ્રાહ્મણવાડા-મક્તુપુર પાસે આવેલ હોટલ આવકાર પાસે મહેસાણા જીલ્લા ટ્રાફીક પોલીસની મદદ લઈ વોચ ગોઠવી હતી. જ્યા તે હ્નુન્ડાઈની મેગ્ના કાર આવતા તેની રોકી તપાસ કરતા પોલીસ ચોંકી ઉઠી હતી. કારમાંથી પોલીસને 315 ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પકડાયેલ 315 વિદેશી દારૂની બોટલોની કીમંત આશરે 1,24,575/- જેટલી થાય છે. પોલીસે મુદ્દામાલ ઝપ્ત કરી કારમાં સવાર બે શખ્સોને ગેરકાયદેસર રીતે દારૂની હેરફેરના ગુના બદલ ઝડપી પાડી અન્ય એક શખ્સ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી હતી.
આ દરમ્યાન ઝડપાયેલ આરોપી (1) સીસોદીયા મદનસીંહ દેવીસીંગજી, રહે – બીછાવેડા, વલ્લભનગર, રાજેસ્થાન (2) રાજપુત રતનસીંગ નારાયણસીંગ, રહે – ગીરવ, આબુરોડ, રાજેસ્થાનની ધરપકડ કરી તેમને દારૂની સપ્લાય કરનાર અશોકજી રૂપાજી પ્રજાપતી વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.