લોકડાઉનના કારણે લોકો આર્થીક મંદીનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. આ વધારો છેલ્લા એક સપ્તાહથી જોવા મળી રહ્યો છે. આજે પેટ્રોલ અને ડીઝલ રેકોર્ડ ઉચાંઈ પર પહોંચી ગયા છે. રાજેસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલનો ભાવ 102 પર પહોંચી ગયો છે..
ઓઈલ કંપનીઓએ બહાર પાડેલ નવા ભાવ અનુસાર આજે પેટ્રોલની કિંમતમાં 27 પૈસાનો વધારો થયો છે તો ડીઝલની કિંમતમાં 30 પૈસાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે ગઈ કાલે પેટ્રોલની કિંમતમાં 26 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે ડીઝલની કિંમતમાં 33 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.
દેશના મહાનગરોનમાં પેટ્રોલ ડીઝલના ભાવ જોવામા આવે તો દિલ્હીમાં પેટ્રોલ 91.80 રૂપિયા જ્યારે ડીઝલ 82.36 રૂપિયા પ્રતિ લિટરે મળવા લાગુ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 98.12 અને ડીઝલ 89.48 એ પહોચી ગયુ છે. કોલકાતામાં પેટ્રોલ 91.92 રૂપિયા અને ડીઝલ 85.20 રૂપિયા છે. ત્યારે ચેન્નઈમાં પેટ્રોલ 93.26 રૂપીયા અને ડીઝલ 87.25 રૂપિયામાં વહેચાઈ રહ્યુ છે.
તમને જણાવી દઈયે કે, પેટ્રોલ – ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીની વાત કરીયે તો માર્ચની સ્થિતિએ પેટ્રોલ પર દર લિટરે 32.9 રૂપીયા અને ડીઝલ પર 31.8 રૂપીયા એક્સાઈઝ ડ્યુટી વસુલવામાં આવે છે.