ભાવનગરની કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા દર્દીઓને સુરક્ષીત ખસેડાયા

શેર કરવા અહીં ક્લિક કરો.

કોરોનાની બીજી વેવ વચ્ચે ભાવનગરના કાળુભા રોડ ઉપર આવેલ જનરેશન એકસ સમર્પણ કોવિડ સેન્ટરમાં મંગળવારે રાત્રીના 1 વાગે આગ લાગતા ફાયર સેફ્ટીને લઈને રાજ્ય સરકારની ઉદાશીનતા ફરિવાર સામે આવી છે. આ સેન્ટરમાં આગ લાગી પરંતુ કોઈ જાનહાની નહોતી થઈ જેથી સરકારની વધુ બદનામી થતા અટકી ગઈ. પરંતુ થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. કેમ કે અહીયા 70 વધુ કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ હતા.

આ કોવીડ સેન્ટમાં સોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનુ સામે આવ્યુ છે. આગ લાગતા તુરંત ફાયર વિભાગને જાણ કરી દેવામાં આવી હતી જેથી તુરંત ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયુ હતુ.  હોસ્પીટલના અધિકારીઓએ પણ સોર્ટ સર્કીટના કારણે આગ લાગવાનુ જણાવ્યુ હતુ.  અધિકારીએ જણાવ્યુ હતુ કે, આગ લાગી ત્યાર બાદ તમામ દર્દીઓને તાત્કાલિક બચાવ કરવામાં આવ્યો હતો જેથી તમામ દર્દીઓ સુરક્ષિત છે. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને અનેક કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી.

ભાવનગરની સમર્પણ કોવિડ સેન્ટર 4 તબીબો ગુલજીતસિંગ, ડોકટર સાચપરા, ડોકટર જિલન મહેતા અને અમિત પટેલ દ્વારા ઉભું કરવામાં આવ્યું છે. રાત્રે 1 વાગે અચાનક આગ લાગતા ફાયર  વિભાગને જાણ કરતા ફાયરના અધિકારી ફાયર ફાયટરો સાથે દોડી આવ્યા હતા. આ અકસ્માતની જાણ થતાં ભાવનગર  મનપા કમિશનર એમ એ ગાંધી, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોર, એ એસ પી સફાઇન હસન અને ધારાસભ્ય જીતુ વાઘાણી સહિતના નેતાઓ ઘટનાસ્થળે આવ્યા હતા.

રાજ્યમાં ફરિવાર હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. જે હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીને લઈ રાજ્ય સરકાર કેટલી ઉદાશીન છે તેની સાક્ષી પુરી રહ્યુ છે. આ મામલે ભાજપના નેતા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આગનું કારણ જાણી જે કોઈ જવાબદાર હશે તેની સામે પગલા લેવામાં આવશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.