મહેસાણાના ગોઝારીયા પાસે ટ્રક સાઇડમાં કરી નીચે ઉતરતાં ડ્રાઈવરને એક અજાણી આઇસરે અડફેટે લેતાં મોત થયુ છે. રાજસ્થાનથી નાસીક જવા નીકળેલાં ડ્રાઈવર અને કંડક્ટર હાઇવે પર પોતાનુ વાહન સાઇડમાં કરી નીચે ઉતરતાં હતા. આ દરમ્યાન પાછળથી આવતાં બેફામ આઇસરે ચાલકે અડફેટે લીધા હતા. ડ્રાઈવરને માથાના ભાગે ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ તેમનું કરૂણ મોત થયુ હતુ. સમગ્ર મામલે કંડક્ટરે અજાણ્યાં ફરાર આઇસર ચાલક સામે વસઇ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.
મૂળ રાજસ્થાનના રામુરામ ચંદ્રરામ ગોધરા અને હુકમારામ રતીરામ જાટ રાજસ્થાનથી ચુનો ભરી નાસીક જઇ રહ્યા હતા. આ દરમ્યાન ધાંધુસણ પાટીયા પાસે ટ્રક સાઇડમાં કોઇ નીચે ઉતરતી વખતે રામુરામને બેફામ આઇસરે અડફેટે લેતાં તેમનું મોત થયુ છે. 10 મે ના રોજ રાતના નવેક વાગ્યા આસપાસ બનેલી ઘટના બાદ આઇસર ચાલક વાહન લઇને નાસી છુટ્યો હતો. આ તરફ 108 આવતાં ચાલકને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલે વસઇ પોલીસ સ્ટેશને અજાણ્યાં ફરાર ચાલક સામે આઇપીસીની 279, 304A અને મોટર વ્હિકલ એક્ટની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.