કેન્દ્રીય મંત્રી હરસીમરત કૌરે કૃષી વેિધેયક બિલના વિરોધમાં તેમને રાજીનામુ આપી દીધુ હતુ, જેને આજે રાષ્ટ્રપતી રામનાથ કોવિંદે મંજુર પણ કરી દીધુ છે, મોદી સરકાર ના બીજા કાર્યકાર્યનો આ પહેલુ રીઝાઈન છે. હરસીમત કૌરનુ આ રીઝાઈન ખેડુતોને વિરોધ પ્રદર્શનોને લઈ આપ્યુ હતુ,શુક્રવારે તેમના રાજીનામાને સ્વીકાર કરતા રાષ્ટ્રપતી ભવનથી જાણવા મળ્યુ હતુ કે, પ્રધાનમંત્રી ના નિર્દેશ અનુસાર રાષ્ટ્રપતીએ કેબીનેટ મંત્રી નરેન્દ્ર સીંહ તોમરને ખાંધ મંત્રાલયનો વધારાનો ચાર્જ સોપાયો છે. નરેન્દ્રસીંહ તોમર પાસે અત્યારે કૃષી અને ખેડુત કલ્યાણ મંત્રાલય,ગ્રામીણ વિકાસ મંત્રાલય અને પંચાયતી રાજ મંત્રાલય સહીત બીજા વિભાગ તેમના અંદર આવે છે.
લોકસભાએ ગુરૂવારના રોજ કૃષી ઉપજ વ્યાપાર અને વાણીજ્ય વિધેયક,કૃષક કીમત આશ્વાસન સમજુતી અને કૃષી સેવા નામના બીલ પસાર કરી દીધા હતા. અને આવશ્યક વસ્તુ નામનુ બીલ તો પહેલાથી જ પસાર થઈ ચુક્યુ છે.
આ પણ વાંચો – ભારતે બાંગ્લાદેશમાં નિર્યાત થતી ડુંગળી પર રોક લગાવી, બોર્ડર ઉપર 500 ટ્રક ફસાઈ
જેથી હરસીમરત કૌરે આ બીલના વિરોધમાં તેમને થોડા જ કલાકમાં રાજીનામુ આપી દીધુ હતુ, જેમાં એમને જણાવ્યુ હતુ કે, મે ખેડુત વિરોધી ઓર્ડીનન્સ અને વિધેયકો ના વિરોધમાં કેન્દ્રીય મંત્રી મંડળમાંથી રાજીનામુ આપી દીધુ છે. અને ખેડુતોની દીકરી અને બહેન તરીકે તેમની સાથે રહેવા માટે મને ગર્વ છે. તેમને વધુમાં જણાવ્યુ હતુ કે પાર્ટી ખેડુતો વિરોધી ક્યારેય ના હોઈ શકે માટે હુ ખેડુતોના સમર્થનમાં રાજુનામુ આપ્યુ છે.
આજે કૃષિ બિલ પર બોલતાં વડાપ્રધાને કહ્યું કે ત્રણ બિલ લોકસભામાં પાસ થયા. આ સુધારાઓથી ખેડૂતોને પોતાની ઉપજ વેચવાના વધુ વિકલ્પ મળશે અને વધુ અવસર મળશે. હું દેશભરના ખેડૂતોને આ બિલને પાસ થવાને લઈ અનેક અભિનંદન પાઠવું છું. આ બિલ ખેડૂતો અને ગ્રાહકોને વચેટીયાઓથી બચાવવા માટે લાવવામાં આવ્યા છે. PMએ કહ્યું કે, કેટલાક લોકો જે દશકો સુધી સત્તામાં રહ્યા છે, દેશ પર રાજ કર્યું છે, તે લોકો ખેડૂતોને આ વિષય પર ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખેડૂતોને ખોટું બોલી રહ્યા છે. ચૂંટણી સમયે ખેડૂતોને લલચાવવા માટે તેઓ મોટી-મોટી વાતો કરે છે.