ગરવી તાકાત, અમદાવાદ
રાજ્યની પ્રાઈવેટ સ્કુલો બાદ હવે કોલેજોમાં પણ ફી ઘટાડા અંગેની હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જે અરજીમાં જણાવાયુ છે કે અન્ય રાજ્યોમાં કોલેજોની ફી માં 30 ટકા સુધીના ઘટાડાની રાહત આપવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતની કોલેજોના વિદ્યાર્થીઓને પણ આ પ્રકારની રાહત વર્તમાન કોરોનાની મહામારીના પગલે આપવાનો આદેશ કરવો જોઇએ. હાઇકોર્ટની ખંડપીઠે આ સમગ્ર બાબતે પહેલા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન સહિતના પ્રતિવાદીઓને તેમનો પક્ષ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.
આ પણ વાંચો – ભારતે બાંગ્લાદેશમાં નિર્યાત થતી ડુંગળી પર રોક લગાવી, બોર્ડર ઉપર 500 ટ્રક ફસાઈ
આ જાહેરહીતની અરજીમાં રાજ્ય સરકાર વતી એવી દલીલ કરવામાં આવી હતી કે ફિ ના ઘટાડા અને બે કમીટીનુ ગઠન કરવામાં આવ્યુ છે. જે કમીટીમાં હાઈકોર્ટના નિવૃત જજ અક્ષય મહેતા ની અધ્યક્ષતામાં બે કમીટી કામ કરી રહી છે. જે કમીટી ત્રણ અઠવાડીયાની અંદર જ તેમનો રીપોર્ટ રજુ કરી દેશે.
આ જાહેરહીતની અરજીને હાઈકોર્ટમાં જે ખંડપીઠના ચલાવી રહી છે તે ખંડપીઠના ચીફ જસ્ટીસ વિક્રમનાખ અને જસ્ટીસ જેબી.પારડીવાલા એ સરકારને સુચન કર્યુ હતુ કે વિધાર્થીઓની ફી ઘટાડા અંગે સરકાર ઝડપથી અને કોઈ નક્કર નિર્ણય લે. એમ સુચન કરી આ કેસની સુનવણી આગામી 13 મી ઓક્ટેમ્બરે નિશ્વીત કરી છે.