ગરવી તાકાત,મુંબઈ
ભારત સરકારે 14 તારીખ થી બાંગ્લાદેશ તરફ જતી ડુંગળીની નીર્યાત ઉપર રોક લગાવી દેતા બાંગ્લાદેશની પરેશાની વધી ગઈ હતી. ભારત સરકારે દેશમાં ડુંગળી સરળતાથી ઉપલબ્ધ રહે અને તેની કીમંતો ઉપર અંકુશ રાખવા માટે બાંગ્લાદેશમાં નીકાશ થતી ડુંગળી ઉપર રોક લગાવી દીધી હતી.
આ પણ વાંચો – રોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત
જેથી બાંગ્લાદેશની સરકારે બાગ્લાદેશમાં સ્થિત ભારતીય એમ્બેસીને પત્ર લખી જણાવ્યુ છે કે ભારત સરકાર દ્વારા થયેલી આ અચાનક ઘોષણામાં બે મીત્ર દેશો વચ્ચે 2019 અને 2020 માં થયેલી ચર્ચાઓને કમજોર કરી રહ્યુ છે ભારતના આ નીર્ણય થી બાગ્લાદેશ ના બજાર ઉપર આવશ્યક ખાધ પદાર્થોની આપુર્તી ઉપર અસર થશે. અને વધુમા બાંગ્લાદેશનુ કહેવુ હતુ કે, ભારતનો આ પ્રકારનો અચાનક લીધેલો નિર્ણયમાં પહેલા બાંગ્લાદેશને જણાવવુ જોઈતુ હતુ. આ નિર્ણય થી ડુંગળીના ભાવમાં બાંગ્લાદેશમાં 50 થી 70 ટકા કિમત ઉપર અસર પડશે એવુ અનુમાન છે.
મહારાષ્ટ્રને આ નિર્ણય ને લઈ વાંધો
પોતાના દેશમાં ડુંગળીના ભાવ નિયત્રીંત રહે અને સરળતાથી ઉપલબ્ધ રહે એ માટે આ નિર્ણય લીધો છે. એવુ ભારત સરકાર દ્વારા જાણવા મળ્યુ હતુ.પરંતુ આ વિવાદ માં મહારાષ્ટ્રની સરકારે જણાવ્યુ હતુ કે આ નિર્ણયના કારણે 4 લાખ ટન ડુંગળી મુંબઈ ના જવાહર લાલ નેહરુ બંદર ઉપર અટકી પડી છે, અને અમારા રાજ્યની 500 થી વધુ ટ્રકો નેપાળ અને બાંગ્લાદેશની બોર્ડર ઉપર અટકાઈ ગયા છે.જેથી મુબઈના ખેડુતોને મોટુ નુકશાન ભોગવવુ પડશે, અને આ માટે કેન્દ્રીય સરકાર જવાબદાર છે.