બ્લડપ્રેશર અને ડાયાબીટીસ થી વિચાર શક્તિ ઉપર અસર થાય છે ?

શેર કરવા અહીં ક્લિક કરો.

એક આંકડા અનુસાર વિશ્વમાં 45 કરોડથી વધુ લોકોને ડાયાબિટીસ થઈ છે જયારે 1.25 અબજ લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર વિશ્વમાં સૌથી વધુ જોવા મળતી સમસ્યા છે. વ્યસ્ત જીવનશૈલી અને ખાનપાન અને વ્યાયામના અભાવે શરીર વિવિધ બીમારીઓનો ભોગ બને છે. એક સંશોધન મુજબ છુપા દુશ્મન જેવી આ બન્ને બીમારી મગજની સંરચના બદલી નાખે છે એટલું જ નહી આનાથી માણસની વિચારવાની ક્ષમતા અને યાદશક્તિ ઉપર પણ નેગેટીવ ઈફેક્ટ થાય છે. 

ઓકસફર્ડ યુનિવર્સિટીના રિસર્ચ અનુસાર ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના કારણે મગજના ગ્રે અને વ્હાઇટ મેટરવાળા ભાગમાં અસર થાય છે. સંશોધન ટ્રાયલ દરમિયાન ડાયાબિટીસ અને બ્લડપ્રેશર ધરાવતા લોકોની સરખામણી સ્વસ્થ લોકો સાથે કરવામાં આવી હતી. ખાસ કરીને યાદશકિતનો રિએકશન ટાઇમ નોંધવામાં આવ્યો હતો. સંશોધન દરમિયાન એવું સ્પષ્ટ ધ્યાનમાં આવ્યું કે હાઇ બ્લડ પ્રેશરની 44 થી 69 વર્ષના દર્દીઓને મગજ પર ખૂબ વધુ અસર થાય છે નવાઇની વાત તો એ છે કે ૭૦ વર્ષ પછી અસર થવામાં ઘટાડો થાય છે.

આ પણ વાંચો – રોયલ એનફિલ્ડ ની બુલેટ અને ક્લાસીક બાઈકોની કીમતમાં વધારો,જાણો નવી કીંમત

એક માહિતી મુજબ હાઇ બ્લડ પ્રેશરને મગજની કાર્યક્ષમતા સાથે સીધો સંબંધ છે. મગજની કામ કરવાની ઝડપ છે તેમાં 1 સેકન્ડ જેટલો ઘડાડો પણ મોટી અસર જન્માવે છે. ઓકસફર્ડમાં ન્યૂરોલોજિના પ્રોફેસરનું માનવું હતું કે સંશોધનમાં હ્વદયરોગ અને ડાયબિટીસની મગજ પર થતી અસર અંગે વિચારવું જરુરી હતું. આનાથી ડિમેંશિયા પણ થઇ શકે છે. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓની MRI દરમિયાન બ્રેઇનના ન્યૂરોન ડેમેજ થતા માલૂમ પડયા હતા આથી ડિમેંશિયાનનું જોખમ વધી જાય છે. ડિમેંશિયાએ યાદશકિત નબળી પડવાનો જ એક રોગ છે. જેમાં વિચારવાની અને સમજવાની શકિત ક્ષીણ થતી જાય છે. આ બીમારીના લક્ષણો શરુઆતમાં એટલા સામાન્ય હોય છે કે તેનો જલદીથી ખ્યાલ આવતો નથી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.