રીપોર્ટ,તસ્વીર - જયંતી મેતીયા
 ગરવી તાકાત,પાલનપુર
ઉત્તરપ્રદેશના હાથરસમાં તે યુવતી પર બળાત્કારનો કિસ્સો સામે આવ્યો હતો. જે બાબતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાથરસની મુલાકાત માટે પહોંચ્યા હતા. પરંતુ તેઓને રસ્તામાં જ પોલીસે રોકી દેતાં તેના ઘેરા પ્રત્યાઘાતો બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળ્યા હતા. જેમાં યુપી સરકારના વિરોધમાં પાલનપુર ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પૂતળાનુ દહન કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

આ પણ વાંચો – જમીન માપણીની કામગીરી કરનાર પ્રાઈવેટ એજન્સીઓને બચાવવા સરકારી તંત્ર ખડે પગે !!

રીપોર્ટ,તસ્વીર – જયંતી મેતીયા

ઉત્તરપ્રદેશના હાથરસ ખાતે એક યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જે ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જે બાબતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી હાથરસ ખાતે મુલાકાતે જવા માટે નીકળ્યા હતા. પરંતુ પોલીસ દ્વારા તેમને રસ્તામાં જ અટકાયત કરી દેવામાં આવતા સમગ્ર બનાવ મામલે હવે બનાસકાંઠા જિલ્લામાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી સહિત કોંગ્રેસી કાર્યકરો દ્વારા પાલનપુરના કોઝી વિસ્તારમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. જે બાબતે પોલીસને જાણ થતા પોલીસ દોડી આવી હતી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી સહિત કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.

Contribute Your Support by Sharing this News: