હાથરસ ગેંગરેપના પીડીત પરિવારને ન્યાય મળે એ માટે આજ રાહુલ ગાંધી અને પ્રીયંકા ગાંધી હાથરસ જઈ રહ્યા હતા ત્યારે એમને નોઈડામાં જ રોકવામાં આવ્યા હતા અને એમની સાથે હાથાપાઈ કરાઈ હતી તથા લાઠીચાર્જ પણ કરાયો હતો. જેથી આ બનાવ બાદ રાહુલ ગાંધીએ પી.એમ. મોદી ઉપર નીશાન તાકતા જણાવ્યુ હતુ કે મને પોલીસે ધક્કા માર્યા , લાઠી ચલાવી અને મને જમીન પર નીચે પાડી દેવામાં આવ્યો હતો. અમારા વાહનોને રોકવામાં આવ્યા અમને ત્યા જતા અટકાવાયા છે. યુ.પી. પોલીસ દ્વારા રાહુલ અને પ્રીયંકા ગાંધીની ધરપકડ કરાઈ હતી.
પોલીસ દ્વારા રાહુલ પ્રીયકાંને જ્યા ધરપકડ કરાઈ હતી જે સ્થળેથી હાથરસ 142 કીલો મીટર દુર છે છતા પણ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લીધી હતી. જેમાં રાહુલ ગાંધી એ જ્યારે પોલીસને પુછ્યુ કે અમારી ધરપકડ કેમ થઈ રહી છે ત્યારે પોલીસ દ્વારા જણાવાયુ હતુ કે તમે આધિકારીક આદેશનો અનાદર કરી રહ્યા છો માટે તમારી સેક્શન 188 મુજબ તમારી ધરપકડ કરાઈ રહી છે.
આ પણ વાંચો – જમીન માપણીની કામગીરી કરનાર પ્રાઈવેટ એજન્સીઓને બચાવવા સરકારી તંત્ર ખડે પગે !!
दुख की घड़ी में अपनों को अकेला नहीं छोड़ा जाता।
UP में जंगलराज का ये आलम है कि शोक में डूबे एक परिवार से मिलना भी सरकार को डरा देता है।
इतना मत डरो, मुख्यमंत्री महोदय!
— Rahul Gandhi (@RahulGandhi) October 1, 2020