હિંમતનગરના વિરાવાડા ગામની એક પરણીતા ઘાસચારો લઈને ઘરે જઈ રહી હતી ત્યારે એમના જ ગામના બે શખ્સોએ એની એકલતાનો લાભ લઈને પોતાના વાહન ઉપર બેસાડી અન્ય સ્થળે લઈ જઈ પરાણે દારૂ પીવડાવી આ બંને નરાધમોએ દુષ્કર્મ કર્યુ હતું. જે ગુનાની ફરીયાદ બુધવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોધાંઈ હતી.
દુષ્કર્મનો ભોગ બનનાર પરિણીતાએ નોધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ તેણી ગત તારીખ 28 સપ્ટેમ્બરના રોજ સાંજના સુમારે ખેતરમાંથી ઘાસનો ચારો લઈને ઘરે આવી રહી હતા ત્યારે ગામના જ રાકેશ મણાભાઈ પટેલ અને દિનેશસિંહ ઉર્ફે ભુરીયો સરદારજી મકવાણાએ બાઈક પર આવી મહિલાની છેડતી કરી હતી. અને દિનેશસિંહે બળજબરીથી પરિણીતાનું મોઢુ દબાવીને બાઈક પર બેસાડી દીધી હતી.રાકેશ પટેલ અને દિનેશસિંહ આ પરણીતાને ગામના એક ખેડૂતના કુવા પર લઈ ગયા હતા જ્યા બંને આરોપીઓએ પરિણીતાને જબરદસ્તી કરી છરી બતાવી દારૂ પીવડાવી દીધો હતો. ત્યારબાદ આ બંને જણાએ પરિણીતા પર દુષ્કર્મ કર્યુ હતું.
આ પણ વાંચો – સુતેલી યુવતીનુ મોઢુ દબાવી બળાત્કારની કોસીશ કરનાર યુુવક સામે ફરિયાદ
આ બન્ને આરોપીઓએ દુષ્કર્મ આચરી પરિણીતાને ધમકી આપી હતી કે જોઆ વાત કોઈને કરીશ તો તને જાનથી મારી નાખીંશુ એમ કહી એેને બાઈક ઉપર બેસાડી ગામની પંચાયત આગળ છોડી ગયા હતા. ત્યારબાદ બુધવારે દુષ્કર્મનો ભોગ બનનાર પરિણીતાએ વિરાવાડા ગામના બંને આરોપીની વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી.