20 અને 21 જાન્યુઆરીએ મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા જિલ્લા કલેકટર એમ નાગરાજનના અધ્યક્ષ સ્થાને પૂર્વ તૈયારી સંદર્ભે બેઠક યોજાઇ

20 જાન્યુઆરી અને 21 જાન્યુઆરીના રોજ સાંજે 06-30 કલાકે યોજાનાર મહોત્સવમાં વિવિધ કલાકારો દ્વારા તેમની કૃતિ રજૂ કરાશે 

મહેસાણા, માહિતી નિયામક, તા. 18 –  રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ વિભાગ અને કમિશ્નરશ્રી યુવક સેવા સાંસ્કૃતિ પ્રવત્તિઓની કચેરી તેમજ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે શાસ્ત્રીય નૃત્યોની ગૂરૂ શિષ્યોની પરંપરાનો મહોત્સવ ઉત્તરાર્ધ મહોત્સવ યોજાનાર છે. 20 જાન્યુઆરી અને 21 જાન્યુઆરીના રોજ સાંજે 06-30 કલાકે યોજાનાર મહોત્સવમાં વિવિધ કલાકારો દ્વારા તેમની કૃતિ રજૂ થનાર છે. જે અંતર્ગત જિલ્લા કલેકટર એમ નાગરાજનના અધ્યક્ષ સ્થાને પૂર્વ તૈયારી સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી.

મોઢેરા સૂર્યમંદિર ખાતે પરંપરાગત રીતે યોજાતા ઉત્તરાર્ધ મહોત્સવ કાર્યક્રમમાં દેશ-વિદેશમાં ખ્યાતનામ ભારતના કલા-નૃત્યક્ષેત્રના નામાંકિત કલાકારો તેમની કૃતિ રજૂ કરે છે.જેમાં 20 જાન્યુઆરીના રોજ શ્રી કલા કંડલમ ક્ષેમાવથી દ્વારા મોહિની અટ્ટમ નૃત્ય રજૂ કરાશે.સુશ્રી મોહંતી એન્ડ ગ્રુપ દ્વારા ઓડીસી,સુશ્રી જીજ્ઞા દિક્ષીત એન્ડ ગ્રુપ દ્વારા કથ્થક,શુશ્રી અનિદ્રિશા સુન્ડા દ્વારા ભરત નાટ્યમ,ડો સીનમ બાસુ સિંગ દ્વારા મણીપુરી નૃત્યની કૃતિ રજૂ થશે. 21 જાન્યુઆરીના રોજ કુમારી ધ્વનિ તરલ પટેલ દ્વારા ભરત નાટ્યમ,સુશ્રી જશોદા પટેલ દ્વારા કથ્થક,સુશ્રી મીનુ ઠાકુર દ્વારા કુચિપુડી,શ્રી દિપજ્યોતિ-દિપંકર દ્વારા સતરીયા ડાન્સ,શ્રી કલા મંડલમ ગોપાલક્રિષ્નન દ્વારા કથ્થકલી નૃત્ય રજૂ થનાર છે.

 જિલ્લા કલેકટર એમ નાગરાજને વિવિધ કમિટીઓની પૂર્વ તૈયારી સંદર્ભે જરૂરી સૂચનો કરી માર્ગદર્શીત કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  ડો ઓમ પ્રકાશ, નિવાસી અધિક કલેકટર એસ.સી.સાવલીયા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સહિત જિલ્લાના અધિકારીઓ,તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.