વાગડ કંપની દ્વારા રોયલ્ટી ભર્યા વિના ગેરકાયદેસર માટી ખનન કરાતું હોવાની પણ રાવ
ગોઝારિયાથી પાટણ સુધી ફોરલાઇન રોડની કામગીરી વાગડ કન્સ્ટ્રક્શન કંપનીની ઘોર બેદરકારી
એક માસ અગાઉ પાલાવાસણા, ડીમાર્ટ સર્કલે બ્રિજના કામમાં પણ વાગડ કંપનીએ સુરક્ષા માટે કોઈ પગલાં ન લીધાની બૂમો ઉઠતાં કલેAકટરના અધ્યક્ષ સ્થાને કમિટીનું ગઠન કરાયું હતું
ગોઝારિયાથી પાટણ સુધી ફોરલાઇન રોડની કામગીરી કરી રહેલ વાગડ કન્સ્ટ્રક્શન કંપનીને મહેસાણાના રામપુરા સર્કલ પાસે બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યોં છે. જેનો રામપુરાના ગ્રામજનો તેમજ સ્થાનિક વેપારીઓ આ બ્રિજ બનાવવાનો વિરોધ કરી રહ્યાં છે. તો બીજી તરફ વાગડ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બનાવવામાં આવી રહેલા ગોઝારીયા સુધીના બાયપાસની કામગીરી દરમિયાન ગેરકાયદેસર રીતે રામપુરાથી ખેંરવા સુધી આસપાસના રોડની સાઇડમાંથી પણ ગેરકાયદેસર રીતે માટી ખનન કરવામાં આવી રહ્યું છે.
વાગડ કન્સ્ટ્રક્શન કંપનીના કોન્ટ્રાક્ટર અને તેમના મળતીયા દ્વારા આ રોડ પર થઇ રહેલી કામગીરી દરમિયાન કોઇપણ પ્રકારની વાહનચાલકોની સેફટીના નિયમો ધ્યાનમાં રાખ્યાં વિના બેદરકારી પૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે જેને પગલે રામપુરાના ગ્રામજનો અને સ્થાનિક વેપારીઓમાં પણ રોષ ભભૂકેલો જોવા મળી રહ્યોં છે. વાગડ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ગેરકાયદેસર રીતે માટી ખનન કરવામાં આવી રહી હોવાની બૂમો ઉઠી રહી છે. રાત દિવસ આ કંપનીના ડમ્પરો આ રોડ પરથી બેફામ રીતે દોડી રહ્યાં છે.
જ્યારે કંપની દ્વારા સરકારમાં આ માટી ખનનની કોઇ રોયલ્ટી પણ ભરવામાં આવતી નથી અને તમામ નિયમો નેવે મુકીને કંપનીના કોન્ટ્ર્કટરને જાણે કોઇ મોટા રાજકારણીનું પીઠબળ હોય તેમ કોઇને ગાંઠ્યાં વિના પોતાની મનમાની ચલાવી રહ્યાં છે. રામપુરા ચાલતી કામગીરી દરમિયાન કંપની દ્વારા હાઈવે પર ડી માર્ટ સર્કલ ઉપર કંપની દ્વારા રિફ્લેકટર મૂક્યા છે કે નહીં? ખાડો ખોદયો હોય તો તે પૂર્યો છે કે નહીં ? ડાયવર્ઝન આપ્યું છે કે નહીં ? કામ ચાલુ હોય તે જગ્યાએ બેરીકેટિંગ કરવામાં આવી છે કે નહીં ? આમ વાગડ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા વાહન ચાલકોની સુરક્ષાને બાજુએ મૂકી કામગીરી કરી રહી હોવાની રાવ ઉઠવા પામી છે.
વાગડ કન્સ્ટ્રક્શન કંપની નિયમો નેવે મુકી કામ કરતી હોવાથી એક માસ અગાઉ તપાસ કમિટીની રચના પણ કરવામાં આવી હતી
નોંધનીય બાબત છે કે, એક માસ અગાઉ પાલાવાસણા ચાર રસ્તા અને બાયપાસ હાઇવે પર ડિમાર્ટ સર્કલ નજીક વાહનચાલકોની સુરક્ષાને નેવે મૂકી કામગીરી કરાતી હોવાની પણ બુમો ઉઠી હતી જેમાં કલેકટર દ્વારા સંકલન સમિતિની બેઠકમાં જ મહેસાણા જિલ્લાની હદમાં બની રહેલા આ રોડની કામગીરી વાહન ચાલકોની સુરક્ષા સાથેની કન્સ્ટ્રક્શન કંપની કામગીરી કરે તે માટે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં એક તપાસ કમિટીની રચના પણ કરવામાં આવી હતી. આ કમિટી ગોઝારિયાથી માંડીને મહેસાણા-અલોડા સુધીના બની રહેલા રોડની કામગીરીમાં વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવાની થતી કામગીરી દરમિયાન ક્ષતિઓ શોધી ચાર દિવસમાં કલેકટરને રિપોર્ટ કરશે. આ ક્ષતિઓ કન્સ્ટ્રક્શન કંપનીને દૂર કરવાનું કહ્યા બાદ પણ જો કોઈ સુધારો નહીં થાય તો તેની જવાબદારી નક્કી કરવામાં આવશે.
પ્રાંત અધિકારી આરટીઓ અને આર એન્ડ બી ના અધિકારીના સભ્યોની એક તપાસ કમિટીનું ગઠન કરાયું હતું
કલેક્ટર દ્વારા ગોઝારિયાથી મહેસાણાની હદમાં બની રહેલા આખા રોડની કામગીરીમાં કન્સ્ટ્રક્શન કંપની દ્વારા વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાને રાખીને અને સરકારના ધારા ધોરણ મુજબ કામગીરી કરવામાં આવે તે માટે મહેસાણા પ્રાંત અધિકારી આરટીઓ અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીના સભ્યોની એક તપાસ કમિટીનું ગઠન કરાયું હતું. યોગ્ય ડાયવર્ઝન આપ્યા સિવાય મહેસાણા પાલાવાસણા સર્કલ ઉપર અને બાય પાસ હાઇવે પર ડિમાર્ટ સર્કલ ઉપર વાગડ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીને લઈ છેલ્લા ઘણા સમયથી બૂમો ઊઠી હતી. જેમાંં મળેલી સંકલન સમિતિની બેઠકમાં કલેકટર એમ નાગરાજન દ્વારા કંપનીના પ્રોજેક્ટ ડાયરેક્ટરને હાજર રાખવામાં આવ્યા હતા. કેટલાક સમય પૂર્વ પાલાવાસણા ચાર રસ્તા ઉપર થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.