નીતિનભાઈ પટેલ કોરોનામાંથી સાજા થતાં હોસ્પિટલના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણાના ધારાસભ્ય અને ગુજરાતના ડે.સીએમ નીતિનભાઇ પટેલ કોરોનાથી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ડે.સીએમ નીતિનભાઇ પટેલનો ગત દિવસે કોરોના રીપોર્ટ પોઝીટિવ આવતાં તેમને યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદમાં સારવારને અંતે1 5 દિવસ બાદ તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમ છતાં તેમને ડોક્ટરોએ  હજી પણ વધુ આરામ કરવાની સલાહ આપી છે.

ડે.સીએમ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને 24 એપ્રિલના રોજ અમદાવાદનાં યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી અને રિસર્ચ સેન્ટરમાં દાખલ કરાયા હતાં. જ્યાં તેમની સઘન સારવાર ચાલી રહી હતી.  ગત દિવસોએ કોરોના વાયરસનો ચેપ લાગતાં તેમણે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યાર બેદ તેમને હોસ્પિટલ સારવાર માટે દાખલ કરાયા હતા. હવે તેઓ સાજા થઈ જતાં તેઓ ટ્વીટમાં લખ્યુ હતુ કે, યુએન મહેતા હોસ્પિટલમાં 15 દિવસ સુધી સારવાર લીધા બાદ આજે મને રજા આપવામાં આવી છે. ભગવાન આશીર્વાદ અને આપ સૌની શુભેચ્છાથી, હું ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છું. ‘ મારા પ્રત્યે શુભેચ્છા અને લાગણી બતાવવા બદલ આપ સર્વનો તથા યુ.એન. મહેતા હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફનો હું આભારી છું. ડોક્ટરોની સલાહ મુજબ હજું મારે વધારે આરામની જરુર હોઇ મને સાહકાર આપવા આપ સર્વેને વિનંતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.