સરકારી કર્મચારી હોવાનું કહી 46 મહિલા સાથે ઠગાઇ કરનાર આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ : વિસનગર

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકામં એકસાથે અનેક મહિલાઓ સાથે ઠગાઇની ઘટના સામે આવી છે.  ઈસમે સરકારી કર્મચારી  તરીકેનો ખોટો પરિચય આપી વિશ્વાસ ઉભો કર્યો હતો. મહિલા આર્થિક વિકાસ નિગમની યોજના હેઠળ મહિલાઓને પગભર કરવા ટ્રેનિંગ આપવામાં આવશે. આ દરમ્યાન માસિક સ્ટાઇપેન્ડ આપવાની વાત પણ કરી હતી. પરંતુ કેટલાક સમય સ્કીમ જેવો માહોલ ઉભો કરી 46 મહિલા સભ્યના પૈસા લઈને બનાવટ કરી હતી. આથી વિસનગર તાલુકાની મહિલાએ ઘાઘરેટના ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

વિસનગર તાલુકાની કાંસા ગામે રહેતા સક્સેના પારૂલબેન છેલ્લા કેટલાક સમયથી સખીમંડળ સાથે જોડાયેલા છે. આ દરમિયાન સખીમંડળના સભ્ય મારફતે ઘાઘરેટ ગામના રમેશ વિરચંદભાઇ ચાવડા સાથે પરિચયમાં આવ્યા હતા. રમેશ ચાવડાએ ખુદ રાજ્ય સરકારના મહિલા આર્થિક વિકાસ નિગમનાં અધિકારી તરીકેનો પરિચય આપ્યો હતો. મહિલાઓનું ગૃપ બનાવી દરેક પાસે રૂ. 300 જમા લેવડાવી ટ્રેનિંગ આપી પારૂલબેનને સંચાલિકા બનાવાનું કહ્યું હતું. આથી પારૂલબેને કુલ 46 મહિલા સભ્યો બનાવી કુલ 13,800 રકમ ભેગી કરી રમેશ ચાવડાને આપી હતી. ત્યાર બાદ એક મહિનો ટ્રેનિંગ આપ્યા બાદ પારૂલબેને સ્ટાઇપેન્ડ અને મકાનનું ભાડું સહિતનાની વાત કરી હતી. પરંતુ રમેશ ચાવડાએ વાતને વારંવાર અવગણના કરતાં શંકા બની હતી. આથી પારૂલબેનને શંકા જતા તેમને તપાસ કરતાં છેતરપિંડી થઈ હોવાનું પકડાયું હતું.

પારૂલબેને મહેસાણા પોલીસ વિભાગમાં અરજી આપી તપાસની રજૂઆત કરી હતી. વિસનગર શહેર પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 406, 420 અને 170 મુજબ ફરિયાદ રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.