આજે શુક્રવારના રોજ પાલનપુર ખાતે બિનચેપી રોગોના સ્ક્રિનિંગ અને સારવાર માટેના ‘નિરામય ગુજરાત’ મહાઅભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આરંભ કરાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમ્યાન જાહેર કરાયુ હતુ કે દર શુક્રવારે નિરામય ગુજરાત તરીકે ઉજવવામાં આવશે.
બીન ચેપી રોગોના સ્ક્રીનીંગથી સારવાર માટે રાજ્યમાં 30 વર્ષથી વધુ વય ધરાવતા 3 કરોડથી વધુ લોકોની આરોગ્યની સઘન તપાસ કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ ઘરે ઘરે જઈ સ્ક્રીનીંગ માટે ફોર્મ ભરી પ્રાથમીક વિગતો મેળવી લોકોની આરોગ્ય તપાસ કરશે. જે લોકોમાં બીન ચેપી રોગોના લક્ષણો જણાશે તેમને દર શુક્રવારે નીરામય કેમ્પમાં બોલાવી તેમના આરોગ્યની તપાસ કરવામાં આવશે. આ બીન ચેપી રોગોની દવા સીએચસીમાં પણ ઉપલબ્ધ રહેશે.
આ કાર્યક્રમમાં ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે, જેને જરૂરિયાત છે તેમને સરકારની યોજનાનો લાભ લેવો જોઈએ જેને જરૂર નથી તે લાભ ન લે જેથી તેમાંથી બચેલા નાણાં અમે તમારા બાળકોના શિક્ષણ પાછળ ખર્ચી શકીએ છીયે. આપણે આપણી માતૃભાષા સહિત દેશ અને દુનિયામાં ભાષામાં તકલીફ ન પડે તે માટે અંગ્રેજી પણ શીખવાની છે. અમારી નવી ટિમ છે ખુબજ કામ કરવાની તત્પરતાની ટિમ છે. દરેક જિલ્લાના છેલ્લા છેવાડાના માણસનો વિકાસ થાય તે માટે અમે કામ કરીશું.
આ કાર્યક્રમમાં મંત્રી ગજેન્દ્ર સીહ પરમાર,સાસંદ પરબત પટેલ, સાસંદ દિનેશભાઈ અનાવાડીયા પુર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરી સહીતના અનેક નેતાઓ હાજર રહ્યા હતા.