બનાસ બેંક ચૂંટણીમાં 9 બેઠકો માટે આજે મતદાન યોજાયુ હતુ. બનાસ બેંકની કુલ 19 પૈકી 10 બેઠકો બીન હરીફ થતાં બાકીની 9 બેઠકો પર ચુંટણી યોજાઈ હતી. જેમાં ઈતર વિભાગમાં 98.74 ટકા મતદાન થયુ છે. તો સેવા વિભાગમાં 9 તાલુકામાં 99.07 ટકા મતદાન નોંધાયુ છે. જો ઈતર વિભાગની વાત કરીયે તો 716 મતોમાંથી 707 લોકોએ મતદાન કર્યુ હતુ તો આ તરફ સેવા વિભાગના 540 મતદારો પૈકી 535 મતદારોએ મતદાન કર્યુ હતુ.
બનાસ બેંકની કુલ 19 બેઠકો પૈકી 9 બેઠકો પર ચુંટણી યોજાતા ભારે મતદાન થયુ છે. જેની મતગણતરી 15 નવેમ્બરના રોજ કરવામાં આવશે. આજ રોજ થયલ મતદાનથી સહકારી ક્ષેત્રના દિગ્ગજોનુ ભાવી મતદાન પેટીમાં સીલ થયુ છે. જો બેઠક વાઈઝ મતના ટકાવારીની વાત કરીયે તો (1) પાલનપુરમા 59માંથી 58 પડ્યા એટલે કે 99.9 ટકા મતદાન થયુ હતુ. (2) ડીસામાં કુલ 128 મત પૈકી 126 મત પડ્યા હતા જેથી ત્યાં પણ 99 ટકા મતદાન થયુ (3) દિયોદરમાં 98 ટકા મતદાન એટલે કે 85માંથી 83 મત પડ્યા હતા. તમને જણાવી દઈયે કે, વડગામમાં 70માથી 70, દાંતીવાડામાં 51માંથી 51, ભાભરમાં 48માથી 48, લાખણીમાં 70માંથી 70, સુઈગામમાા પણ 29માથી 29 મતો પડતા અહીયાં 100 ટકા મતદાન થયુ હતુ.
મહેસાણા જીલ્લા વિકાસ અધિકારીએ ભ્રષ્ટાચારી 3 સરપંચ તથા 2 ઉપસરપંચને હોદ્દા પરથી હટાવ્યા !
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપે ચુંટણી પહેલા મેન્ડેટ ઈશ્યુ કર્યા હતા. પરંતુ ભાજપના (1) વડગામના કેશરભાઈ પરથીભાઈ ચૌધરી, ચેરમેન (2) દિયોદરના ઇશ્વરભાઈ તેજાભાઈ પટેલ, સક્રિય સભ્ય (3) લાખણીના તેજાભાઇ લાલજીભાઇ પટેલ, પ્રદેશ કિસાન મોરચો (4) પાલનપુરના પરથીભાઈ આભાભાઈ લોહ, પૂર્વ ચેરમેન APMC (5) દાંતીવાડાના નટવરભાઇ મોતીભાઇ ચૌધરી પ્રભારી પાલનપુર તાલુકાએ ભાજપના જ માણસ સામે ઉમેદવારી નોંધાવી હતી. જેથી સીઆર પાટીલે આ તમા્મ લોકોને શિસ્ત ભંગ બદલ સસ્પેન્ડ પણ કર્યા છે.