ગરવી તાકાત

તંત્રી. પ્રકાશ આર. ચૌધરી
અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

માતાજી વિરુદ્ધ ટીપ્પણી કરનાર નરાધમને ત્રણ દિવસના રીમાન્ડ પર મોકલાયો 

July 6, 2024

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ માતાજી વિરુદ્ધ ટીપ્પણી કરનારને રાજકોટથી દબોચી લાવી 

ગરવી તાકાત, મહેસાણા તા. 17 – સોશિયલ મિડીયા યુ ટયુબ એપ્લીકેશન ઉપર બહુચરાજી માતાજીની ટીપ્પણી કરતો વિડીયો વાયરલ કરનાર નરાધમ ઇસમની ઓળખ કરી ગણતરીના કલાકોમાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી જેલના સળિયા પાછળ ધકેલ્યાં બાદ પોલીસે મહેસાણા કોર્ટમાં હાજર કરતાં કોર્ટે આરોપીને ત્રણ દિવસના રીમાન્ડ પર મોકલી આપવાના હુકમ કર્યો હતો. આ આરોપી અગાઉ 6 ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. આવા તત્વો પોતાના ફેમસ બનાવવા માટે માતાજીનો ઉપહાસ ઉડાવતાં પણ ઝીઝકતાં નથી. માતાજીનો ઉપહાસ કરનાર આ શખ્સ સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે અને એવી માંગ કરી રહયા છે કે આરોપીને એવા રીમાન્ડ લેવામાં આવે કે હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરતા અગાઉ કોઇપણ વ્યકિત સો વાર વિચાર કરે.

ગત તારીખ 30-6-2024ના રોજ સવારે દશેક વાગ્યાના અરસામાં રાઠોડ મનસુખ નામના નરાધમ શખ્સે યુટયુબ એપ્લીકેશન ઉપર બહુચર માતાજી તેમજ અલગ અલગ માતાજીની ટીપ્પણી કરતો વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ કરી અલગ અલગ જૂથોમાં વૈમનસ્ય ઉભુ કરવાના ઇરાદે ધાર્મિક લાગણીઓને આઘાત પહોચાડવાના હેતુથી જાણી જોઇ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી આવા પ્રકારના વિડીયો શોશિયલ મિડીયામાં પોસ્ટ કરી વાયરલ કર્યો હતો. જે વિડીયો સોશિયલ મિડીયામાં સામે આવતા વિડીયો વાયરલ કરનાર નરાધમ શખ્સની તપાસ હાથ ધરવામાં આવી હતી.

બહુચર માતાજી તેમજ અલગ અલગ માતાજીની ટીપ્પણી વિષયક વાયરલ કરેલ વિડીયો બાબતે ગંભીરતા દાખવી વિડીયો વાયરલ કરનાર ઇસમની ઓળખ કરી આ બાબતે ફરિયાદ નોંધી વિડીયો વાયરલ કરનાર ઇસમ વિરુદ્ધ તાત્કાલિક કાયદાકિય પગલા લેવા સમાજમાં વૈમનસ્ય ઉભુ કરનાર આવા તત્વોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવાના મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.જી.વાઘેલાના નેતૃત્વમાં કડી પીઆઇ પી.એલ.વાઘેલા, એલસીબી પીએસઆઇ એમ.બી.પઢીયાર, એએસઆઇ શૈલેષકુમાર, હેકો. નિલેષકુમાર, હેકો. મહેન્દ્રકુમાર સહિતનો સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

દરમિયાન પીએસઆઇ એમ.બી.પઢીયાર તથા એલસીબી ટીમ તાત્કાલિક રાજકોટ ખાતે જઇ માતાજીની ટીપ્પણી કરનાર રાઠોડ મનસુખ ગોવિંદભાઇ રહે. રામોદ તા. કોટડા, જિલ્લો રાજકોટવાળાને રાજકોટ ખાતેથી ઝડપી લાવી કડી પોલીસ મથકે ગુનો નોંધી જેલમાં ધકેલ્યોં હતો. દરમિયાન પોલીસે કોર્ટમાં હાજર કરતાં કોર્ટે ટીપ્પણી કરનાર નરાધમ ઇસમના ત્રણ દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. આ શખ્સ અગાઉ 6 જેટલા ગુનાઓમાં પણ સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
6:40 pm, Oct 27, 2024
temperature icon 31°C
clear sky
Humidity 39 %
Pressure 1007 mb
Wind 7 mph
Wind Gust Wind Gust: 10 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 6:43 am
Sunset Sunset: 6:04 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0