ગરવી તાકાત

તંત્રી. પ્રકાશ આર. ચૌધરી
અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

ડ્રગ્સના ગુનામાં ફરાર ભાવનગરના આરોપીને પકડી પાડતી મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ

April 1, 2023

ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગુનાનો આરોપી મહેસાણામાં છુપાયો હતો

ગરવી તાકાત, મહેસાણા તા. 01 – ભાવનગર જિલ્લાના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગુનામાં પોલીસને ચકમો આપી નાસતાં ફરતાં આરોપીને મહેસાણાની પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા જિલ્લા પોલીસવડાના આદેશ મુજબ એલસીબી ઇન્ચાર્જ પીઆઇ જે.પી.રાવના નેતૃત્વ હેઠળ નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડવાના આપેલા આદેશ મુજબ મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડનો સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હર્ષદસિંહ તથા જયદિપસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે, ભાવનગર જિલ્લાના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નાક્રોટીક્સ ડ્રગ્સ જેવા માદક દ્વવ્ય પદાર્થની કલમ ૮(સી), ૨૦ (બી), મુજબના ગુનામાં પોલીસને ચકમો આપીને નાસતો ફરતો વાઘેલા શિવમ ઉર્ફે કિશન રતનસિિંહ હાલ ગજાનંદ બંગ્લોઝ, ગોઝારીયા તા.જી.મહેસાણાવાળો હાલ તેના ઘરે હાજર છે.

જે મળેલી બાતમીના આધારે મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના પીએસઆઇ એ.એન.દેસાઇ, એએસઆઇ નરેન્દ્રસિંહ, હર્ષદસિંહ, જયદિપસિંહ તથા કાન્તીભાઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ફરાર આરોપીને ઘરેથી પકડી લઇ મહેસાણા શહેર બી.ડિવીઝન પોલીસને સોંપી આરોપીને ભાવનગર નીલમબાગ ખાતે સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
6:53 pm, Oct 27, 2024
temperature icon 31°C
clear sky
Humidity 39 %
Pressure 1007 mb
Wind 7 mph
Wind Gust Wind Gust: 10 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 6:43 am
Sunset Sunset: 6:04 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0