મહેસાણા નગરપાલિકા પ્રમુખ પટેલ વર્ષાબેન મુકુંદભાઈની ગુજરાત નગરપાલીકા પરિષદના કારોબારી સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત નગરપાલીકા પરિષદની સામાન્ય સભા 27 જુલાઈ 2021ના રોજ મંગળવારે મળી હતી. જેમાં અધ્યક્ષ પોપટલાલ પટેલે ખાલી પડેલી જગ્યાઓમાં નિમણુંક કરી હતી. આ સામાન્ય સભામાં ગુજરાત નગરપાલીકા પરિષદના અધ્યક્ષને ખાલી પડેલી જગ્યાઓ ભરવાની સત્તા આપવામાં આવી હતી. જેથી તેમને મહેસાણા નગરપાલીકાના અધ્યક્ષ વર્ષાબેન પટેલને કારોબારો સભ્ય તરીકે નિમણુંક કર્યા હતા.
આ પણ વાંચો – મહેસાણા હેડ ક્વાટર્સ ખાતે મહિલા અને બાળ સંકલન સેમીનારનુ આયોજન કરાયુ
અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણા નગરપાલીકાના વર્ષાબેન પટેલ વોર્ડ નંબર 6માંથી સામાન્ય મહિલાની શીટ પરથી ચુંટાઈ આવ્યા હતા. એવામાં મુળ મહેસાણાના પોપટલાલ એસ પટેલે અધ્યક્ષ તરીકે તેમને ગુજરાત નગરપાલીકા પરિષદમાં કારોબારી સભ્ય તરીકે નીમણુક આપતા તેમના શુભચીંંતકો દ્વારા આવકાર અભિનંદન મળી રહ્યા છે.