મહેસાણા એલસીબીએ ગણતરીના દિવસોમાં ચોરાયેલ વાહનના ગુનાને ડીટેક્ટ કરી આરોપીને છેક રાજેસ્થાનથી ઝડપી પાડ્યો છે. આરોપીએ અઠવાડીયા પહેલા જ મહેસાણાના એક ગામેથી ઈકો વાહન ચોરી ફરાર થઈ ગયો હતો. આ સીવાય પણ જીલ્લામાં અનેક વાહન ચોરીના બનાવો બનેલ હોઈ પોલીસ આવા ગુનાને ડીટેક્ટ કરવાની કામગીરીમાં હતા. ત્યારે બાતમી આધારે મહેસાણા એલસીબીએ આરોપીને વાહન સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો – મહેસાણાની 6 ચોરીનો ભેદ ઉકેલાયો – આરોપીઓ કડીયાકામ કરવાના બહાને આવી રેકી કરતા, શીવાલા સર્કલ પાસેથી LCBએ દબોચ્યા
મહેસાણાના પાંચોટ ગામેથી થોડા દિવસ પહેલા રાત્રીના સમયે ઘર આગળ પડેલુ ઈકો વાહન કોઈ અજાણ્યુ ઈસમ ચોરી કરી ફરાર થઈ જવાની ઘટના સામે આવી હતી. આ મામલે 23 જુલાઈના રોજ મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેથી પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રોગતીમાન કર્યા હતા. આ દરમ્યાન મહેસાણા એલસીબીએ આરોપીને રાજેસ્થાનમાં આવેલ બાડમેરના ગુડામાલાણી ખાતેથી વાહન સાથે ઝડપી પાડ્યો હતો.
ઝડપાયેલ આરોપીનુ નામ જાટ ભગારામ ખેતારામ, રહે – આલમપુરા, કુકળા કી ઢાળી, તા. ગુડામાલાણી, જી. બાડમેરવાળો હોવાનુ સામે આવ્યુ હતુ. જેની વિરૂધ્ધ રાજેસ્થાનમાં આવેલ બાડમેરના ગુડામાલાણી ખાતેથી વાહન સાથે ઝડપી પાડ્યો હતો.