દેશભરમાં મહિલા અને બાળકો વિરૂધ્ધ ગુનાઓની ઘટના દરરોજ પ્રકાશમાં આવતી હોય છે. જેમાં ખાસ કરીને મહિલાઓ વિરૂધ્ધ બળાત્કારના ગુનાઓની ખબર જ હેડલાઈન બનતી હોય છે. પરંતુ ખરેખર સૌથી વધુ ગુનાઓ તો ડોમેસ્ટીક વોયલેન્સના નોંધાય છે. એવામાં પોલીસના ખભા પર આ ગુનાઓને રોકવાની જવાબદારી આવી જતી હોય છે. ત્યારે મહેસાણા ખાતે મહિલા સુરક્ષા સમિતિ તથા સીઆઈડી ક્રાઈમની મહિલા અને બાળ મિત્ર સમિતિ સંકલન સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મહેસાણાના અનેક અધિકારીઓ, પદાધીકારીઓ હાજર રહ્યા હતા. આ સેમીનારનુ આયોજન મહેસાણા એસપીના અધ્યક્ષ સ્થાને પોલીસ હેડ ક્વાટર્સ ખાતે કરવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચો – ચીખલી કસ્ટોડિયલ ડેથ : PI સહીત 6 વિરૂધ્ધ હત્યાનો ગુનો દાખલ – 2 યુવકો પોલીસ સ્ટેશનમાં લટકેલી હાલતમાં મળી આવ્યા હતા !
મહેસાણા પોલીસ દ્વારા સંકલન સેમિનારના આયોજનમાં જીલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થ રાજ સિંહ ગોહિલ ,dysp ભક્તિબેન, મહિલા પીઆઈ મહેરિયા બેન, ઊંઝાના ધારાસભ્ય આશા બેન, મહિલા પ્રમુખ આશા બેન , મહિલા સુરક્ષાના વર્ષા બેન, જિલ્લા સંયોજક નરેશ ભાઇ પટેલ, તથા મહિલા સુરક્ષા અને મહિલા બાળ મિત્ર સમિતિના સભ્યો હાજર રહ્યા. આ પ્રસંગે એસપી દ્વારા મહિલા અને બાળકો માટે કેવી રીતે સંકલન કરી કામ કરવું તે બાબતે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ સીવાય મહિલાઓના વિવિધ પ્રશ્નના સમાધાન બાબતે કાર્યરત સમિતિઓની અપાઈ સમજ તથા મહિલા અધિકાર અને ગુમ થયેલા બાળકો ને શોધવા બાબતે કાર્યરત સમિતિઓની માહિતી અપાઈ હતી.