ગરવી તાકાત, કડી
કડીમાં આજે તાલુકા-મંડપ-લાઇટ- સાઉન્ડ પાર્ટી પ્લોટ-કેટરસ એસોસિએશન ને મુખ્યમંત્રીને સંબોધી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જેમાં કારોના મહામારી વચ્ચે જણાવી અને તેમના વ્યવસાયને પૂર્વવત કરવામાં આવે તેવી માંગ કરી છે આ સાથે અનલોક ૪ માં અપાયેલી લગ્ન પ્રસંગ કે ધાર્મિક મેળાવડામાં ૧૦૦ લોકોની મંજૂરી બાબતે પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે
આ પણ વાંચો – લોકગાયીકા કાજલ મહેરીયા વિરૂધ્ધ કડી મામલતદાર કચેરીમાં આવેદપત્ર અપાયુ
કડી તાલુકા મંડપ લાઇટ-સાઉન્ડ- પાર્ટી પ્લોટ-કેટરર્સ એસોસિએશન ને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું પત્રમાં જણાવ્યું છે કે અમારે ધંધો સિઝન ૬ મહિના હોવાથી લોક ડાઉન અને અનલોકની પરિસ્થિતિને કારણે માર્ચ થી જૂન માસમાં લગ્નની સિઝન પણ બંધ રહી હતી જોકે હવે લોકોમાં પણ મર્યાદિત લોકોની છૂટ મળ્યા બાદ પણ જો સરકાર નીતિ-નિયમોના આધારે તથા જગ્યાના ક્ષેત્ર પણ અનુસાર ક્ષમતાના ૫૦ ટકા એટલે કે ૧૦૦૦ ની કેપેસિટી હોય તો તેના અડધા એટલે ૫૦૦ ની મંજૂરી આપે તેવી માંગ કરી છે.
આ પણ વાંચો – દેવામાં ડુબી જવાથી દાહોદના એક પરીવારના 5 સભ્યોએ કરી આત્મહત્યા
મારામારીને કારણે ગુજરાતમાં મોટી સંખ્યામાં મંડપ-લાઈટ- સાઉન્ડ-પાર્ટી પ્લોટને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એસોસિએશને પત્રમાં જણાવ્યું છે કે કોઈ પાર્ટી પ્લોટમાં ૧૦૦૦ લોકોની કેપેસિટી હોય તો સરકાર નીતિ નિયમો અને કોવીડની ગાઇડલાઇનના આધારે તેના અડધા ૫૦૦ લોકોની મંજૂરી આપે તો કોઈ લગ્ન પ્રસંગ કે કાર્યક્રમ થકી
મંડપ-લાઇટ-સાઉન્ડ-પાર્ટી પ્લોટ- ક્ટરર્સના લોકોને કામ મળી રહે તેવી માગણી કરી હતી.
રીપોર્ટ – જૈમીન સથવારા