ગરવી તાકાત,દાહોદ
આજે સવારે રાજયના છેવાડે આવેલા દાહોદ જિલ્લામાં એક ખુબ કરૂણ ઘટના સામે આવી છે દાહોદના સુજાઇબાગ વિસ્તારમાં એક પરિવારે આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે દાહોદના વ્હોરા પરિવારના પાંચ સભ્યોના મોતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી આ ધટનામાં પતિ પત્ની અને સંતાનો સાથે પાંચ વ્યક્તિએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યુ છે.
આ પણ વાંચો – પ્રેમ પ્રકરણમાં કરપીણ હત્યા! દેત્રોજમાં કેનાલમાંથી યુવકની પથ્થરથી બાંધેલી લાશ મળી
આશંકા મુજબ વ્હોરા પરિવારે આર્થિક સંકડામણમાં હોવાને કારણે પગલુ ભર્યું હોવાની ચર્ચા છે જાે કે સત્તાવાર આ વાતને સમર્થન મળ્યુ નથી પરંતુ એક જ પરિવારના પાંચ સભ્યોના આપધાતથી સમગ્ર દાહોદ જીલ્લામાં ચકચાર મચી ગયો છે મૃતક ડીસ્પોજીબલ ડીસનો વેપારી હતો. પ્રાથમિક તપાસમાં આ પરિવારના મોભી સામે આવ્યા અને તેમણે કહ્યું કે આ પરીવારનુ દેવુ વધી જતા દીકરો ચિંતામાં હતો મૃતકોમાં 7 વર્ષ 15 વર્ષ અને 17 વર્ષીય બાળકી સાથે દંપત્તિએ જીવન ટુંકાવ્યું છે. પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યુ છે કે આ દંપતીએ તેમની 7 વર્ષની દીકરીને ઝેર વાલી મીઠાઈ ખવડાવી પછી પોતાનુ જીવન પણ ટુંકાવી દીધુ હતુ.
આ પણ વાંચો – જુનાગઢના પાદરડી ગામે પશુચારો લઇ આવતા ખેડૂતનો પગ લપસ્તા નદીમાં ડૂબ્યો
મૃતકના પિતા શબ્બીરભાઇ દુધીયાવાલાએ કહ્યું કે હું ઘરડો માણસ છું બોલી શકતો નથી મારો સહારો કોણ બનશે મને એટલું જાણમાં હતું કે મારા દીકરાએ તેની સાળી પાસેથી ગોલ્ડ લીધુ હતું અને તેના કારણે તે ખુબ ચીંતીત હતો જાે કે આ સમગ્ર બાબતમાં હજુ સુધી પ્રાથમિક કારણો જ સામે આવ્યા છે.