અક્ષયકુમાર PUB G ની વૈકલ્પીક ગેમ FAU G લોન્ચ કરવા જઈ રહ્યો છે

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત,મુંબઇ
ભારત સરકારે ચાઇનીઝ PUB G સહીત 118 વિદેશી એપ્સ પર પ્રતિબંધ મુક્યો હતો.પબજીના પ્રતિબંધના બે દિવસ પછી બોલીવુડના અભિનેતા અક્ષયકુમારે ગેમર્સ માટે એક ખુશ ખબરી આપી છે અક્ષય પબજીના વિકલ્પ તરીકે એફએયુ જી લાવી રહ્યો છે.

અક્ષયકુમારે ગઈ કાલે ટ્‌વીટ કરી જણાવ્યુ હતું કે વડાપ્રધાનના આત્મનિર્ભર અભિયાન હેઠળ એકશન ગેમ એન્ડ યુનાઇટેડ ગાર્ડ્સ ફૌજીજી લોન્ચ કરીને ગર્વ અનુભવું છે મનોરંજન ઉપરાંત આ ગેમના પ્લેયર્સ આપણા જવાનોને આપણા બલિદાન અંગે જાણશે આ ગેમમાં થતી કુલ આવકમાંથી 20 ટકા આવક આપણા સૈનિકો માટે બનાવવામાં આવેલા ભારત કે વીર ટ્રસ્ટને દાન કરવામાં આવશે.

ફૌજી નામની આ એપ અક્ષયકુમારના મેન્ટરશિપમાં બનશે જે એક મલ્ટીપેયર એકશન ગેમ હશે પબજીની ટકકરમાં આવનાર આ એપપુરી રીતે ભારતીય હશે આ ગેમની કમાણીના ૨૦ ટકા ભારતના વીર જવાનોને સપોર્ટ કરતા ભારતના વીર ટ્રસ્ટમાં દાન કરવામાં આવશે. આ ગેમને ઓક્ટોમ્બરમાં લોન્ચ કરવામાં આવશે જે ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ બન્ને જગ્યાએ અવેલેબલ રહેશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.