ગરવી તાકાત,દાંતા
દાંતા તાલુકામાં ઠેરઠેર નદીના કાંઠે રેતીની ચોરી કરતા અનેક ટ્રેક્ટર ચાલકોના દ્રસ્યો આવ્યા સામે આવતા હોય છે. જયારે દાંતા તાલુકાની વાત કરવામાં આવે તો અહિયા રોજની લાખો રૂપીયાની રેતી ચોરી થતી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં સરકારી અધિકારીની છત્રછાયામાં દરરોજ રેતીના ટેકટ્રરો બેફામ જતા નજરે પડે છે. પરંતુ અધિકારી કોઈ કાર્યવાહિ ન કરતા હોય તેવી આમ લોકોના મોઢે સાંભળવા મળી રહ્યુ છે.
જ્યા સુધી નદીની રેત ખતમ નહી થાય ત્યા સુધી ગેરકાયદેસર ખનન ચાલતુ રહેશે?
નદિના કિનારે ખનીજ માફીયાઓ કોઈ જગ્યાએ જે.સી.બી. ના ઉપયોગથી તો કોઈ જગ્યાએ ટ્રેક્ટરોની મદદથી ખુલ્લેઆમ રેતીની ચોરી કરતા નજરે પડી રહ્યા છે, તો આ દ્રશ્યો જોઈ સામાન્ય લોકો ચર્ચા કરી રહ્યા છે કે અહિયા ખાણ ખનીજના અધિકારીઓ માત્ર દેખાવ કરવા પુરતા જ પેટ્રોલીંગ કરતા હોય છે પંરતુ જે સોને નજરે પડી રહી છે એ રેતીની ચોરીને અટકાવવા કોઈ પગલા ભરવામાં નથી આવતા? સરકારી અધિકારીઓની આ રેત માફિયાઓ ઉપર રહેમ દ્રષ્ટી હોય અને તેમની આશીર્વાદથી જ આ ચોરી થઈ રહી છે તેવી આમ ધારણા બની ગઈ છે. કેમ,કોઈ અધિકારી દ્વારા આ ગેરકાયદેસર રીતે નદીની રેતીને લઈ જનાર સાધનોને પકડવામાં નથી આવતા? રાજ્ય આખામાં દરરોજ લાખો કરોડોની કીંમતની રેતીનુ ગેરકાયદેસર ખનન કરી ખનન માફિયા કરોડો રૂપીયાનુ નુકશાન સરકારને નુકશાન પહોંચાડી રહ્યા છે એને અટકાવવા સરકાર અને તેના તંત્ર દ્વારા રોક લગાવાશે ? કે પછી જ્યા સુધી નદીની બધી જ રેત ખતમ ના થઈ જાય ત્યા સુધી રેત માફીયાઓને ખનન કરવા જ દેવાશે?