કડી પોલીસે જુગારધામ પરથી 4 જુગારીઓને 33 હજારની રોકડ સાથે દબોચી લીધા

શેર કરવા અહીં ક્લિક કરો.

કડી પંથકમાં જાણે શ્રાવણ માસની પ્રારંભ થયો હોય તેમ રોજબરોજ ચાલતાં જુગારધામો પર ત્રાટકી જુગારીઓને ઝડપી પાડતી પોલીસ 

કડી પોલીસે જુગારધામ પરથી કુલ રુપિયા 39 હજારના મુદ્દામાલ ઝડપી 6 જુગારી વિરુદ્ધ ફરિયાદ નોંધી 

ગરવી તાકાત, કડી તા. 07 – (Sohan Thakor) – કડી પંથકમાં જાણે શ્રાવણ માસ ચાલતો હોય તેમ મોટા પ્રમાણમાં જુગારધામો ધમધમી રહ્યાં છે. કડી શહેર સહિત આસપાસ અનેક જુગારધામો ધમધમી રહ્યા હોય તેમ મહેસાણાની એલસીબીની ટીમ તથા કડી પોલીસની ટીમો જુગારધામો પર ત્રાટકી જુગારીઓને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે. ગત રોજ એલસીબીની ટીમે 91 હજારની રોકડ સાથે ચાર જુગારીઓને ઝડપ્યાં હતા ત્યાં કડી પોલીસની ટીમે કડી પંથકમાંથી વધુ બે જુગારધામો ઝડપી 64 હજારના મુદ્દામાલ સાથે 8 જુગારીઓ સહિત 3 ફરાર જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા જિલ્લામાં ચાલતાં જુગારધામો પર દરોડા પાડી જુગારની બદ્દીને નાબુદ કરવા માટે મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી તથા ના.પોલીસ અધિક્ષક આર.આઇ.દેસાઇના માર્ગદર્શન મુજબ કડી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પીએસઆઇ આર.કે.પાટીલ, એ.હેકો. મિતેષભાઇ, જશવંતકુમાર, ચેતનકુમાર, એ.લો.ર દિપકકુમાર, દેવદત્તસિંહ, વિક્રમભાઇ સહિતની ટીમ કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન અપોકો. રાજુભાઇને ખાનગી બાતમી મળી હતી કે,

મંસુરી સમીર રસુલભાઇ રહે. કડી ઝાપલીવાસ તા. કડી તથા પઠાણ મોહસીન જરીફભાઇ રહે. કડી જન્નતસીટીવાળા શખ્સો આદુદરા (લક્ષ્મીપુરા) ગામની સીમમાં કડી જોટાણા રોડ પર આવેલા રામદેવપીરના મંદિર પાસે રામદેવ પેટ્રોલપંપની પાછળ આવેલા ખરાબાની ખુલ્લી જગ્યામાં બહારથી માણસો બોલાવીને પોતાના અંગત ફાયદાસારુ જુગારધામ ચલાવી રહ્યો છે. જે બાતમીના આધારે કડી પોલીસના ડી સ્ટાફે ઘટના સ્થળ પર ઓચિંતા દરોડા પાડી ઘટના સ્થળ પરથી 33 હજારની રોકડ રકમ સહિત કુલ રુપિયા 39 હજારના મુદ્દામાલ સાથે ચાર જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે બે જુગારી વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા જુગારીઓના નામ 

(1)  મંસુરી અસ્ફાકભાઇ ફરીદભાઇ રહે.  કડી ઝાંપલીવાસ, 

(2)  માળી રાજુભાઇ નારણભાઇ રહે. કડી ખાખરાચોક તા. કડી 

(3)  સિપાઇ ઇરશાદ સલીલભાઇ રહે. કડી કસ્બા અઘારવાડો 

(4)  કલાલ ઇર્શાદ મહંમદભાઇ રહે. કડી મલ્હાપુરા, રાવળવાસ

ફરાર થયેલા જુગારીઓ

(5)  મંસુરી સમીર રસુલભાઇ રહે. કડી, ઝાંપલીવાસ

(6)  પઠાણ મોહસીન જરીફભાઇ રહે. કડી જન્નતસીટી 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.