કડીના કલાલવાસ ચોકમાં લાઇટના અજવાળે જુગારધામ ચલાવવામાં આવતું હતું
પોતાના અંગત ફાયદા સારુ બહારથી માણસો બોલાવીને જુગારધામ ચલાવાતું હતું
ગરવી તાકાત, મહેસાણા તા. 06 – (Sohan Thakor) – કડી શહેરના મલ્હારપુરા કલાલવાસ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રકમ 91 હજારની રોકડ તથા મોબાઇલ મળી કુલ રુપિયા 1 લાખ 3500ના મુદ્દામાલ સાથે શખ્સોને ઝડપી પાડી જુગારધારા એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા જિલ્લામાં ચાલતાં જુગારધામ પર રેઇડ કરી જુગાર રમતા તત્વોને ઝડપી પાડવા આપેલા મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ આપેલી સૂચના મુજબ મહેસાણા એલસીબી પીઆઇ એસ.એસ.નિનામાના નેતૃત્વ હેઠળ મહેસાણા પીએસઆઇ એમ.ડી.ડાભી, હેકો જોરાજી, પ્રદિપકુમાર, રમેશભાઇ, જસ્મીનકુમાર, આકાશકુમાર સહિતનો સ્ટાફ કડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
તે દરમિયાન હે.કો. જોરાજી તથા જસ્મીનકુમારને સંયુક્ત બાતમી મળી હતી કે, કડીના મલ્હારપુરા કલાલવાસ ચોકમાં પોતાના અંગત ફાયરા સારુ બહારથી માણસો બોલાવીને હનીફ બચુભાઇ કલાલ કડીવાળો જુગારધામ ચલાવી રહ્યો છે જે બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી જુગારધામ પર ત્રાટકતાં હાજર જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી જેમાં જુગારધામ પરથી ચાર શખ્સોને રોકડ રકમ 91 હજાર સહિત મોબાઇલ મળી કુલ 1 લાખ 3500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુગારધામ પરથી ઝડપાયેલા શખ્સો
ભાવેશ ચતુરભાઇ પટેલ રહે. કડી વાત્સલ્ય સીટી, દેત્રોજ રોડ
નિલેશ વિષ્ણુપ્રસાદ વ્યાસ રહે. કડી, મણીપુર ધોકાબારી
મહમદ રફીક કરીમભાઇ ઘાંચી રહે. કડી નાનો કોઠારીવાસ
સુરેશ લક્ષ્મણભાઇ પ્રજાપતિ રહે. કૌશલ્ય બંગ્લોઝ, નાની કડી
હનીફ બચુભાઇ કલાલ રહે. કડી (ફરાર)