કડીમાં ચાલતા 3 જુગારધામો પરથી બે દિવસમાં એલસીબી અને કડી પોલીસે અધધધ….1.83 લાખની રોકડ સાથે 12 જુગારીઓને દબોચ્યાં 

શેર કરવા અહીં ક્લિક કરો.

કડી પોલીસે જુગારધામ પરથી 4 જુગારીને 14800ની રોકડ સહિત 24800ના મુદ્દામાલ સાથે ઝડપ્યાં 

મહેસાણા એલસીબી અને કડી પોલીસે 1.67 લાખના મુદ્દામાલ સાથે 12 જુગારી સહિત 16 વિરુદ્ધ ફરિયાદ નોંધી 

ગરવી તાકાત, મહેસાણા તા. 07 – ( Sohan Thakor ) – કડીમાં જાણે જુગારનો મોસમ ચારે તરફ ફૂલી ફાલી હોય તેમ કડી શહેર સહિત પંથકમાં ઠેર ઠેર જુગારધામો ફૂલી ફાલી રહ્યાં છે જેને સ્થાનિક પોલીસ સહિત એલસીબી, એસઓજીની ટીમો ઝડપી જેલમાં ધકેલી રહી છે ત્યારે ગત રોજ એલસીબીની ટીમ જુગારધામ પર ત્રાટકી હતી તો સ્થાનિક કડી પોલીસે વધુ બે જુગારધામો ઝડપી જુગારીઓને જેલમાં ધકેલ્યાં હતા. જેમાં બીજા જુગારધામ પરથી કડી પોલીસે ચાર જુગારીઓને 14800ની રોકડ સહિત કુલ 24800ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતા.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ જુગારધામો પર કડક કાર્યવાહી કરવા આપેલા આદેશ મુજબ મહેસાણા ના. પોલીસ અધિક્ષક આર.આઇ.દેસાઇની સૂચના મુજબ કડી ડી સ્ટાફના પીએસઆઇ આર.કે.પાટીલ, અપોકો. સંજયસિંહ, ચેતનકુમાર, રાજુભાઇ સહિતની ટીમ કડી પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં વિવિધ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એપોકો ચેતનકુમારને ખાનગી બાતમી મળી હતી કે, જાસલપુર રોડ પર પઠાણ શાહનવાઝ ઉર્ફે ઉંટીયો રહે. ઘુમટીયા વિસ્તાર કડીવાળો કોયડાના છાપરાની બહાર બહારથી માણસો બોલાવીને જુગારધામ ચલાવી હ્યો છે. જે બાતમીના આધારે કડી પોલીસે દરોડા પાડતાં ઘટના સ્થળ પરથી 14800ની રોકડ સહિત કુલ 24800ના મુદ્દામાલ સાથે ચાર જુગારીઓને ઝડપી પાડ્યાં હતા.

જુગારધામ પર જુગાર રમતા જુગારીઓ 

(1) માજીદખાન કાસમખાન પઠાણ રહે. કડી કસ્બા ઇમામકુઇના સામે કડી 

(2) તૌસીફ ભીખુભાઇ દલુભાઇ કુરેશી રહે. ઘુંમટીયા ચોકની બાજુમાં કડી 

(3) પઠાણ શાહનવાજ ઉર્ફે ઉંટીયો રહે. ઘુંમટીયા  વિસ્તાર, કડી 

(4) મેમણ શકીલ યુનુસભાઇ રહે. કડી જુની મુનસફ કોર્ટ પાસે. કડી

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.