સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન મેડીકલ કોલેજ અને રીસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલમાં PSA ઓક્સીજન પ્લાન્ટ (25NM3), અધતન પ્લાઝમા થેરાપી સેન્ટર અને આઈ.સી.યુ. ઓન વ્હીલ્સએમ્બ્યુલન્સનું લોકાર્પણ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીનીતિનભાઈ પટેલના હસ્તે ગુરુવાર ના રોજ કરવામાં આવ્યુ હતુ.
કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહિલ,મહેસાણા સાસંદ શારદાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કોરોના મહામારીને પહોંચી વળવા દાતાઓ તરફથી ઉપરોકત સુવિધાઓ શરૂ કરવા માતબર દાન આવેલ છે એ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ સર્વ દાતાઓનો,શુભેચ્છ્કોનો તથા સરકારી અધિકારીઓનો અંતઃકરણ થી આભાર માન્યો હતો.
આ સુવિધાઓના લોકાપર્ણ પ્રસંગે સંસ્થાના ચેરમેન પ્રકાશભાઈ પટેલે કહ્યુ હતુ કે, હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં 650 દર્દીઓને સાજા કરવામાં આવ્યા છે. તો હોસ્પિટલમાં 5000 કરતા વધુ દર્દી ની ઓપીડી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભવિષ્યમાં નૂતન જનરલ હોસ્પિટલમાં કાર્ડિયાર્ક લેબ, ઓન્કોલોજી સેન્ટર અને ન્યૂરોસર્જરી જેવા સુપર સ્પેશિયાલિટી વિભાગો શરૂ કરવાનું ટૂંક સમયમાં આયોજન છે. નૂતન મેડીકલકોલેજ અને રીસર્ચ સેન્ટરમાં અભ્યાસ કરતા વિધાર્થીઑને ક્લિનિકલ, અધતન ટેક્નોલોજીનો અને અનુભવી ડોકટર્સના માર્ગદર્શન નો લાભ મળી રહેશે.