દુધસાગર ડેરીના ડિરેક્ટર માનસિંગભાઈ ચૌધરીનુ નિધન થયુ છે. તેઓ અગાઉ કોરોના પોઝીટીવ આવ્યા હતા બાદમાં 21 દિવસ બાદ કોરોનાને હરાવી સાજા થયા હતા. પરંતુ બાદમાં તેઓ મ્યુકોરમાઈસિસની બીમારીમાં સપડાયા હતા.
ખેરાલુ તાલુકાના માનસિંગભાઈ ચૌધરીનું નિધન થયું છે. 21 દિવસ સુધી કોરોના સામે લડ્યા બાદ તેમણે કોરોનાને હરાવ્યો હતો. પરંતુ કોરોના બાદ માનસિંગભાઇને મ્યુકરમાઇકોસિસ નામની જીવલેણ બીમારી થઇ હતી. મ્યુકરમાઇકોસિસ થતા તેઓ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. છેલ્લા 10 કરતા વધુ દિવસોથી મ્યુકરમાઇકોસિસની સારવાર લઈ રહ્યા હતા. અમદાવાદની હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસની સારવાર દરમિયાન તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.