દેશભરમાં કોરોનાની બીજી લહેરના પ્રકોપ વચ્ચે મોતની સંખ્યા ઘટવાનુ નામ નથી લઈ રહી. એવામાં છેલ્લા 24 કલાકમાં 4200થી વધુ દર્દીઓના કોરોનાથી મોત થયા છે. જો કે નવા કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. એક દિવસમાં 2.59 લાખ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આ અગાઉ ગુરુવારે 2.76 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 ના 259,551 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે 3,57,295 લોકો ઠીક પણ થયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 4209 દર્દીઓના મોત થયા છે. આ અગાઉ ગુરુવારે બહાર પાડેલા આંકડા મુજબ દેશભરમાં 3874 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા હતા. જ્યારે 19મી મેના રોજ દેશભરમાં 4529 લોકોના મોત થયા હતા. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 2,91,331 પર પહોંચી ગયો છે.