ગરવી તાકાત

તંત્રી. પ્રકાશ આર. ચૌધરી
અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

1 વર્ષમાં ગુજરાતમાંથી 5204 કરોડની કિંમતનું 30,833 કિલો ડ્રગ્સ પકડાયું

September 17, 2023

નશા માટે વપરાતી કફ સિરપની 20 હજારથી વધુ બોટલ જપ્ત કરાઈ, NCRBના આંકડા પ્રમાણે 14 હજાર કિલો ગાંજો પણ પકડાયો

ગુજરાતમાં 2022 અને મે 2023 સુધીમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટેન્સીસ (એનડીપીએસ) એક્ટ હેઠળ કુલ 30,833.76 કિલો ડ્રગ્સ પકડાયું

ગરવી તાકાત, ગાંધીનગર તા. 17- ગુજરાતમાં 2022 અને મે 2023 સુધીમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટેન્સીસ (એનડીપીએસ) એક્ટ હેઠળ કુલ 30,833.76 કિલો ડ્રગ્સ અને કફ સીરપની 20,254 બોટલો જપ્ત કરાઈ છે. જેની કુલ કિંમત 5204.03 કરોડ થાય છે. આ એનડીપીએસના કેસોમાં કુલ 347 આરોપીની ધરપકડ કરાઈ છે. કેટામાઇન હાઇડ્રોક્લોરાઇડ કે જે 0.590 ગ્રામ પકડાયું છે. જેની કિંમત લગભગ 3 કરોડની છે.

એનસીઆરબીના આંકડા મુજબ 1300 લિટરનું લિક્વિડ મેફેડ્રોન પકડાયું હતું. જેની કિંમત 1300 કરોડની છે. આમાં બે આરોપીની ધરપકડ કરાઈ છે. મેફેડ્રોન, હેરોઈન, કફસીરપ ઉપરાંત 13,959 કિલો ગાંજો, જેની કિંમત 12.58 કરોડ, 0.590 ગ્રામ કેટામાઇન હાઈડ્રોક્લોરાઈડ, જેની કિંમત લગભગ 3 કરોડ, 3,255 કિલોના લીલા અફીણનો છોડ, જેની કિંમત 1.03 કરોડ, 368.52 કિલો ચરસ, જેની કિંમત 6.77 કરોડ અને 60 કિલો મેથામ્ફેટામાઇન, જેની કિંમત 422 કરોડ છે. આ બધી વસ્તુઓ પણ એનડીપીએસ એક્ટ હેઠળ પકડાઈ છે.

સૌથી વધુ 2296 કરોડનું મેફેડ્રોન ડ્રગ પકડાયું

રાજ્યમાં વર્ષ 2022માં અને મે 2023 સુધી એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાંથી કુલ 462.74 કિલોનું મેફેેડ્રોન ડ્રગ જપ્ત કરાયું છે. જેની કિંમત 2296.46 કરોડ રૂપિયા છે. આમાં 97 આરોપીઓની પણ ધરપકડ કરાઈ હતી. જેમાં સૌથી વધુ 16 ઓગસ્ટે એટીએસ અમદાવાદ દ્વારા 6 આરોપીઓ પકડાયા હતા. જેમની પાસેથી 225 કિલોનું મેક્રેડ્રોન પકડાયું હતું, જેની કુલ કિંમત 1125 કરોડ હતી.

1756 કરોડની કિંમતનું 339 કિલો હેરોઈન જપ્ત

રાજ્યમાં 2022માં અને મે 2023 સુધી કુલ 338.94 કિલો હેરોઈન પકડાયું હતું. જેની કિંમત 1756 કરોડ રૂપિયા છે. આની સાથે કુલ 39 આરોપીઓની પણ ધરપકડ થઈ છે. જ્યારે 11,987 કિલો યોશડોડા ડ્રગ્સ પકડાયુ. જેની કિંમત 3.67 કરોડ રૂપિયાની છે. પોશડોડા ડ્રગ્સ સાથે કુલ 23 આરોપીઓ પકડાયા છે.

કેટલાક દુકાનદાર પ્રિસ્ક્રિપ્શન વગર કફ સીરપ આપે છે

કફ સીરપમાં પણ અમુક ટકા ડ્રગ્સ હોય છે. જેનો લોકો દુરુપયોગ કરે છે. અમુક કફસીરપ ડોક્ટરના વગર આપવી ન જોઈએ, પણ અમુક દુકાનદાર તેવું કરતા નથી. તેથી કફસીરપની કુલ 20,254 બોટલો પકડાઈ છે. જેની કુલ કિંમત 34.92 લાખ રૂપિયા છે. તેની સાથે 10 આરોપીઓની પણ ધરપકડ થઈ છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
6:53 pm, Oct 27, 2024
temperature icon 31°C
clear sky
Humidity 39 %
Pressure 1007 mb
Wind 7 mph
Wind Gust Wind Gust: 10 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 6:43 am
Sunset Sunset: 6:04 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0