બનાસકાંઠામાં ‘તાઉ તે’ વાવાઝોડાની અસર : પાલનપુરમાં ધીમીધારે વરસાદ શરૂ

શેર કરવા અહીં ક્લિક કરો.

બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ થતાં વાતાવરણ ઠંડુગાર બન્યું    

 
બનાસકાંઠા જિલ્લામાં પણ તાઉ તે વાવાઝોડાની અસર શરૂ થઈ જવા પામી છે. પાલનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થઈ જવા પામ્યા છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ થતાં વાતાવરણ ઠંડુગાર બન્યું છે. 
 

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસથી ઉનાળાની કાળઝાળ ગરમીને પગલે વાતાવરણમાં બપોરના સમયે ભારે બફારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. કાળઝાળ ગરમીથી બચવા લોકો એર કૂલર પંખા સહિત આધુનિક ઉપકરૌનો ઉપયોગ કરી રહ્યાં હતા. તે દરમ્યાન આવેલી કુદરતી આફત તાઉ તે વાવાઝોડાને પગલે છેલ્લા બે દિવસથી વાતાવરણ ઠંડુગાર બન્યું છે. આજે વાવાઝોડાની અસર બનાસકાંઠા જિલ્લામાં પણ વર્તાઈ હતી. જેમાં બનાસકાંઠાના મુખ્યમથક પાલનપુર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ જવા પામ્યો હતો. જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.