પાલનપુરના જગાણા બ્રીજ પર ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા ચાલકનુ મોત

શેર કરવા અહીં ક્લિક કરો.

પાલનપુર તાલુકાના જગાણા બ્રિજ પરથી પસાર થઈ રહેલ એક એક્ટિવા ચાલક ટ્રક અને ટેન્કરની વચ્ચે આવી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હોવાનાં સૂત્રો દ્વારા અહેવાલ મળી રહ્યા છે.

 

મૃતક વડગામ તાલુકાના મેતા ગામના હોવાનું પણ સૂત્રોના માધ્યમથી જાણવા મળી રહ્યું છે. જોકે બનાવને પગલે પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી જઈ સમગ્ર બનાવ મામલે તપાસ હાથ ધરી છે. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.