મહેસાણા LCBનુ વાવાઝોડુ – 2 આરોપી સાથે 4.34 લાખના મુદ્દામાલ સહીત દારૂ ઝડપ્યો

May 18, 2021

ઊંઝા નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 2 ઇસમોને LCBએ ઝડપ્યા છે. મહેસાણા LCBની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, 2 ઇસમો કારમાં વિદેશી દારૂ ભરી પાલનપુરથી મહેસાણા તરફ પસાર થવાના છે. જેથી LCBએ વોચ ગોઠવી સદર કાર આવતાં તેને રોકી દારૂ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. આ સાથે કુલ 5 આરોપીઓ વિરૂધ્ધ ઊંઝા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી  છે.

મહેસાણા LCBની ટીમે પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી આધારે ઊંઝા નવીન બનતાં બ્રિજની નજીક સનગ્લોબલ પ્રોજેક્ટ પ્રા.લી.નામની દુકાન આગળ વાહનોની આડાશ કરી વોચ ગોઠવી કાર ઝડપી પાડી હતી. આ સાથે કારમાંથી 2 ઇસમોને પણ ઝડપી પાડ્યા હતા.

LCBની આ કાર્યવાહીમાં વિદેશી દારૂની પેટીઓ નંગ-28 તથા છૂટક બોટલો નંગ-48 મળી 1,26,000 રૂપીયાનો દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે મોબાઇલ ફોન નંગ-2 રૂપીયા 7,000 અને કારની 3,00,000 રૂપીયા મળી કુલ 4,34,000 રૂપીયાનો નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રાજસ્થાનના ડાંગી દેવીલાલ ગેરીલાલ (રહે.રકીયાવલ, તા.માવલી, જી.ઉદેપુર) અને લોહાર લલીતકુકાર કાલુલાલ (રહે. વિટ્ટોલી, તા.માવલી, જી.ઉદેપુર)ને ઝડપી પાડ્યા છે. આ સાથે સુનિલ દરજી ઉર્ફે ભવરસિંગ, ઇશ્વરસિંગ અને ગોપાલભાઇ નામના આરોપી વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0