ગરવી તાકાત

તંત્રી. પ્રકાશ આર. ચૌધરી
અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં ભારતની સાથે મોદીના વખાણ કરતું IMF

April 6, 2023

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં ભારત સરકારની ભરપેટ પ્રશંસા કરી

ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધારે ભારતે કોરોના મહામારીમાં પતાની ગરીબ પ્રજાની ખૂબ જ કાળજી રાખી

નવી દિલ્હી, તા. 6 : આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં ભારત સરકારની ભરપેટ પ્રશંસા કરી છે. IMFનું કહેવું છે કે ભારતે પોતાના ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધારે પોતાની વિકાસ યોજનાઓને શાનદાર રીતે વેગ આપ્યો છે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મારફતે ભારતે જનકલ્યાણની અનેક યોજનાઓને દેશભરમાં પહોંચાડી છે. 

IMFએ પોતાના એક અહેવાલમાં ભારત સરકારની પ્રશંસા કરતા કહ્યું કે ડિજીટલ ઈન્ફ્રાના વિકાસ તથા તેના આધારે ભારત સરકારે કોરોના જેવી વૈશ્વિક મહામારીની સ્થિતિમાં પણ પોતાની પ્રજાની પૂરી કાળજી રાખી છે. IMFએ પોતાના પેપરના માધ્યમથી વડાપ્રધાન જન ધન યોજનાની પણ ખૂબ જ પ્રશંસા કરી છે. પેપરમાં કહેવામાં આવ્યું છે કે PM મોદીના વડપણ હેઠળ સરકારે મોબાઈલ ડેટાની કિંમતો પર નિયંત્રણ મુકવાનું કામ કરીને પ્રજાને ઈન્ટરનેટ સાથે જોડાયેલી રાખી છે. કારણ કે 4G મોબાઈલનો ડેટા 90 જેટલો સસ્તો કરવામાં આવ્યો છે.

આ સાથે IMFએ કહ્યું છે કે ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધારે જ ભારતે કોરોના મહામારીની સ્થિતિમાં પતાની ગરીબ પ્રજાની ખૂબ જ કાળજી રાખી છે. આ ઉપરાંત વેક્સિન પહોંચાડી છે. ભારત સરકારે કોવિડ એપ તૈયાર કરી. અને તેના મારફતે આદર્શ રીતે વેક્સિનનું વિતરણ કરવામાં આવ્યું. આટલી વિશાળ જનસંખ્યાને ઝડપભેર વેક્સિન પહોંચાડવાના પડકારજનક કાર્યને ભારત સરકારે ખૂબ જ સારી રીતે કરી દેખાડ્યું છે. આ ઉપરાંત ભારતે કોવિડ એપને ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, શ્રીલંકા જેવા અનેક દેશોમાં ઉપયોગ કરવામાં આવ્યો.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
6:53 pm, Oct 27, 2024
temperature icon 31°C
clear sky
Humidity 39 %
Pressure 1007 mb
Wind 7 mph
Wind Gust Wind Gust: 10 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 6:43 am
Sunset Sunset: 6:04 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0