પાલિકાને અનેકવાર રજુઆતો છતા કાટમાળ ન ઉતારતા મકાનની દિવાલ ધરાશાયી : રહીશો
પાલનપુરના વિરબાઈ ગેટ વિસ્તારમાં જૂના જર્જરિત મકાનની પાછળની દિવાલ અન્ય એક મકાન પર પડતાં 80 વર્ષીય વૃધ્ધ આ દિવાલ નીચે દટાઈ જતાં તેઓને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન મૃત્યુ થવા પામ્યું છે.
પાલનપુર શહેરના નગર પાલિકા વિસ્તારમાં અનેક એવા જર્જરિત મકાનો અને બિલ્ડિંગો આવેલાં છે. જેના કાટમાળ ઉતારી લેવામાં ન આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. પરંતુ નગર પાલિકાના સતાધીશોની બેદરકારીના કારણે આવા કાટમાળ ઉતારી લેવામાં ન આવતાં સમયાંતરે જાનહાનિની ઘટનાઓ સર્જાય છે. તેમાં પાલનપુર શહેરમાં વિરબાઇ ગેટ વિસ્તારમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં જૂનાં જર્જરિત થયેલાં મકાનની પાછળની દિવાલ ધરાશાયી થતાં એક વૃધ્ધ નીચે દટાઈ જતાં મોત થયુ છે.
આ પણ વાંચો – મહેસાણા નગરપાલીકાની સાધારણ સભામાં – વિવાદાસ્પદ સીટી બસ 8 રૂટ પર દોડશે !
સૂત્રોના જણાવ્યા અનુસાર વૃધ્ધ દંપતિના ઘરમાં અન્ય ઘરના પાછળની દિવાલ ધરાશાયી કાટમાળ પડ્યો હતો. જેથી નાથાભાઈ નરસિંહભાઈ દરજી નામના 80 વર્ષીય વૃધ્ધ કાટમાળમાં દટાઈ ગયાં હતા. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો એકત્ર થઇ ગયાં હતાં અને વૃધ્ધને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જોકે સારવાર દરમ્યાન વૃધ્ધનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે જૂના જર્જરિત મકાનને ઉતારી લેવા અનેક વાર સ્થાનિક લોકોએ નગરપાલિકાને રજુઆત કરી હતી પરંતુ બેદરકારીને કારણે આ ઘટના ઘટી હોવાનું લોકો જાણવા મળ્યું છે. શહેરના વિરબાઈ ગેટ વિસ્તારમાં આવેલા આ મકાન અંગે અનેકવાર નગર પાલિકાને કાટમાળ ઉતારી લેવા રજુઆતો કરી છે પરંતુ નગર પાલિકાની ઢીલી નિતિ અને બેદરકારીને કારણે આ ઘટના ઘટી છે. હજુ સુધી પણ પાલનપુર શહેરમાં આવા કેટલાય મકાનો આવેલા છે જે જર્જરિત હાલતમાં છે તેમ છતાં પણ નગર પાલિકા દ્વારા આ બાબતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી. અને ચોક્કસપણે કહી શકાય કે નગર પાલિકા તંત્ર આવા જર્જરિત મકાનો ધરાશાયી થવાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું