દેશભરમાં આવતીકાલે તારીખ 13 માર્ચે વડાપ્રધાન મોદીના હસ્તે પી.એમ.સૂરજ પોર્ટલ સહિત યોજનાઓનું ઈ-લોન્ચિંગ કરાશે

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણામાં દૂધસાગર ડેરી હોલ ખાતે આવતીકાલે તારીખ 13 માર્ચના રોજ કાર્યક્રમ યોજાશે

ગરવી તાકાત, મહેસાણા તા. 12 –  મહેસાણા, કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આવતીકાલે તારીખ 13 માર્ચના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સમગ્ર દેશમાં ”સામાજિક ઉત્થાન તથા રોજગારલક્ષી લોક કલ્યાણ વેબ પોર્ટલ લોન્ચિંગ” (પી.એમ. સૂરજ/PM SU-RAJ), પ્રધાનમંત્રી દક્ષ યોજના, પ્રધાનમંત્રી નમસ્તે યોજના તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓનું ઈ-લોન્ચિંગ કરવામાં આવશે.      આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં 522 જેટલા જિલ્લાઓ વર્ચ્યુઅલ રીતે જોડાશે. જેમાં શ્રમિકો, સફાઈ કર્મચારીઓ અને ટેન્ક ક્લીનર્સને વિવિધ સહાયના લાભ વિતરણ થકી લાભાન્વિત કરવામાં આવશે. તેમજ શ્રમિકોને આયુષ્માન કાર્ડ અને પી.પી.ઈ. કીટ્સનું વિતરણ કરશે.

      કાર્યક્રમનો ઉદ્દેશ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગને મુખ્ય ધારામાં લાવવાનો અને તેમને વિવિધ સરકારી યોજનાઓ થકી લાભાન્વિત કરવાનો છે. રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં વિવિધ જિલ્લા કલેકટરશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, વિવિધ આયોગ, નિગમ, જાહેર હિતની સંસ્થાના પદાધિકારીગણ અને અધિકારીગણ જોડાશે. ગુજરાત રાજ્યમાંથી અંદાજિત 20,000 જેટલા લોકો વર્ચ્યુઅલ માધ્યમ થકી આ કાર્યક્રમમાં ભાગ લેશે. .૧૩/૦૩/૨૦૨૪ના રોજ બપોરે ૨.૩૦ કલાકે માન. વડાપ્રધાનશ્રીના યોજાવનાર ભારત સરકારનારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય PM-SURAJ નેશનલ પોર્ટલનું લોકાર્પણ અને વંચિતજૂથો (એસ.સી., ઓ.બી.સી., સફાઈ કામદાર) ને એક લાખ ક્રેડિટ સપોર્ટ તથા ગટર અને સેપ્ટિક ટાંકીના કામદારોને નમસ્તે આયુસ્માન હેલ્થ કાર્ડ અને PPE કીટના વિતરણ તથા NAMASTE સ્કીમના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમનું આયોજન દુધ સાગર ડેરી મહેસાણા હોલ-૧ ખાતે  આયોજન  રાખવામાં આવેલ છે.

     સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ભારત સરકાર દ્રારા PM-SURAJ પોર્ટલ થકી ક્રેડિટ સપોર્ટ અંતર્ગત સમાજના વંચિત અને છેવાડાના સમુદાયોના સર્વાંગી વિકાસ અને પુર્નવસન વંચિત વર્ગોને ધિરાણ માટે રાષ્ટ્રીય પોર્ટલ PM-SURAJ (સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જન કલ્યાણ)નું લોન્ચિંગ વંચિત વર્ગો જેવા કે SC, OBC, સફાઇ કર્મચારીઓ માટે ક્રેડિટ સપોર્ટ અંતર્ગત એક લાખની લોનની મંજૂરી સિવર તથા સેપ્ટિક ટાંકીના કામદારોને આયુષ્માન હેલ્થ કાર્ડનું વિતરણ,સિવર તથા સેપ્ટિક ટાંકીના કામદારોને PPE કિટસનું વિતરણ અને ક્રેડિટ સપોર્ટ સ્કીમ તથા NAMASTE સ્કીમના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદનો કાર્યક્રમ યોજાનાર છે.

     સુ.શ્રી દર્શનાબેન જરદોશ, મંત્રીશ્રી, રેલ્વે અને કાપડ મંત્રાલય (રાજ્ય કક્ષા) ભારત સરકાર, શ્રી જગદીશ વિશ્વકર્મા માન. મંત્રીશ્રી, સહકાર, મિઠા ઉધોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉધોગ, કુટિર, ખાદી અને ગ્રામ ઉધોગ, નાગરીક ઉડ્ડયન (રાજ્યકક્ષા)  ગુજરાત, શ્રી ભરતસિંહ ડાભી સંસદસભ્યશ્રી, પાટણ. શ્રીમતી શારદાબેન પટેલ સંસદસભ્યશ્રી, મહેસાણા, શ્રી બાબુભાઈ દેસાઈ  સાંસદશ્રી, રાજ્યકક્ષા, શ્રીમતી તૃષાબેન પટેલ પ્રમુખશ્રી જિલ્લા પંચાયત મહેસાણા તેમજ મહેસાણા જિલ્લાના તમામ તાલુકાના ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા વહીવટી તંત્ર, મહેસાણા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મહેસાણા, પોલીસ અધિક્ષકશ્રી, મહેસાણા તથા તમામ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવનાર છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.