પોલીસ ભરતી બોર્ડ દ્વારા બમ્પર ભરતીની જાહેરાત 12000 થી વધુ જગ્યા માટે ભરતી કરાશે

March 13, 2024

પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12000 થી વધુ જગ્યાઓ માટે ભરતી કરાશે

9902 પોલીસ કોન્સ્ટેબલ અને 472 પીએસઆઈની જગ્યા માટે જાહેરાત કરાઈ

ગરવી તાકાત, ગાંધીનગર,તા.13 – રાજયમાં પોલીસની ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મોટી ભરતીની જાહેરાત થઈ જેમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા બમ્પર ભરતીની જાહેરાત કરાય છે.  12000 થી વધુ જગ્યા માટે ભરતી કરવામાં આવશે.

આ સમચાર મળતા જ પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારોમાં હર્ષની લાગણી છવાય ગયેલ છે.પોેલીસ ભરતી બોર્ડ દ્વારા 12000 થી વધુ જગ્યા માટે ભરતી હાથ ધરાશે પોલીસ ભરતી માટે રાજય સરકારની લીલીઝંડી મળી ચૂકી છે.

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 પોસ્ટ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ, એસઆરપીની 1000 પોસ્ટ જેલ સિપાહીની 1013 પોસ્ટ અને જેલ મહિલા સિપાહીની 85 સહિત 12000થી વધુ જગ્યાઓ પર પોલીસની ભરતી કરાશે.

આ ઉપરાંત પીએસઆઈની 350 નહી પરંતુ 472 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી શકે છે. આ અંગે પોલીસ ભરતી બોર્ડ ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડયું છે.જાહેરાત અંગેની વિગતવાર સુચનાઓ વેબસાઈટ પર ટુંક સમયમાં મુકવામાં આવશે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0