ગરવી તાકાત, મહેસાણા તા. 12 – ભારતીય થલ સેના દ્વારા અગ્નિપથ યોજના (અગ્નિવીર આર્મી ) ભરતી 2024-2025 વર્ષમા જોડાવા માંગતા ધો. 8 પાસ, 10 પાસ અને 12 પાસ અપરણિત પુરુષ ઉમેદવારો 22 માર્ચ 2024 સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શકશે.
ઓનલાઈન અરજી ફોર્મ ભરનાર ઉમેદવારોમાંથી લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઇન કોમ્પ્યુટર બેઝ પરીક્ષા તા. 22 એપ્રિલથી શરૂ થશે. જેનુ વિગતવાર નોટીફીકેશન ભારતીય થલ સેનાની ઓફીશ્યલ વેબસાઈટ https://www.joinindianarmy.nic.in પર મુકવામાં આવ્યું છે.