સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર ઉભા જ ના રાખતા કોંગી કાર્યકર્તાનો સ્થાનીક લીડરશીપ ઉપર અસંતોષ, આવુ જ ચાલશે તો પાર્ટીનો એકડો નિકળી જશે !

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતના અનેક સહકારી સંસ્થાઓમાં ભાજપના ઉમેદવારો સામે ભાજપના ઉમેદવારો જ ચુંટણી લડતા હોય છે. આ બધી ચુંટણીઓમાં કોંગ્રેસ ક્યાંય દેખાતી  જ નથી હોતી. જેથી સામાન્ય નાગરીક સહિત કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓ સ્થાનિક પાર્ટી લીડરશીપ ઉપર પ્રશ્ન ચિન્હો ઉઠાવી રહ્યા છે. જેમાં ભાજપ સાથે મીલીભગતની આશંકાઓ પણ લગાવવામાં આવી છે. આ મામલે મહેસાણ કોંગ્રેસના યુવા કાર્યકર્તાએ વિસનગર એપીએમસીમાં પાર્ટીએ ભાજપની પેનલ સામે કોઈ ઉમેદવાર ઉભો ના રાખતા પાર્ટીની સ્થાનિક લીડરશીપની નિષ્ઠા પર અસંતોષ પ્રગટ કર્યો છે. 

મહેસાણા યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ સ્થાનિક લીડરશીપ ઉપર સવાલો ઉભા કર્યા છે. જેમાં તેમને જણાવ્યુ છે કે, ભાજપ સત્તામાં છે જેથી તેઓના ઉમેદવારો ચુંટણી લડે એ સ્વાભાવિક  છે.   ત્યારે વર્ષો જુની કોંગ્રેસ ક્યાય દેખાતી નથી.  છેલ્લી બે ટર્મથી તો ક્યાય કોંગ્રેસની પેનલ ઉતરી નથી. કોંગ્રેસ પાસે તો સહકારી ક્ષેત્રનો અનુભવ પણ છે  તો પાછી પાની કેમ?  ખરેખર પક્ષ પ્રેમ અને હિંમતથી ઉમેદવારી એકલા હાથે હેમુભાઈ છોગાળાએ નોંધાવી છે એ ધન્યવાદ ને પાત્ર કહેવાય. કોઈ મજબૂરી હશે કે કોઈ ને મદદ કરવાની છૂપી ભાવના ? કે કોંગ્રેસના આગેવાનો અને સંગઠન સુષુપ્ત થઈ ગયું?

વિસનગર APMCની ચુંટણીમાં કોંગ્રેસના એક માત્ર નેતા હેમુ રબારીએ ફોર્મ ભર્યુ છે. ત્યારે તેમના સમર્થકોમાં પાર્ટીને લઈ અસંતોષ સામે આવી રહ્યો છે. કેમ કે તેમના આરોપ મુજબ પાર્ટી તરફથી તેમને કોઈ સહયોગ મળતો નથી.  તેમના સમર્થકોનો આક્ષેપ છે કે વિસનગર APMCની ચૂંટણીમાં ફોર્મ ભરાઈ ચૂક્યા છે ત્યારે આ વખતે કોંગ્રેસની ગતિ વિધી જોતાં શંકા ઉપજે એ સ્વાભાવિક છે. વર્ષો જુનો પક્ષ પેનલ ન ઉતારે એ વાત જ લોકો ને ગળે નથી ઊતરતી. સહકારી ક્ષેત્રમાથી આવુ ને આવુ ચાલશે તો કોંગ્રેસ નો એકડો જ નિકળી જશે. પક્ષ પણ હિંમત હારી બેઠો હોય એમ મોવડીઓ પણ આ બધી ચૂંટણીઓ મા રસ ન લે એ કેટલું વ્યાજબી કહેવાય? ખરેખર તો દરેક APMC લડાવવી જોઈએ. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.