ભારતના સ્વાતંત્ર સેનાની બીરસા મુંડાની આજે જન્મ જયંતી છે જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીની સરકારો જનજાતી ગૌરવ દિવસની ઉજવણી કરી રહી છે. આ દરમ્યાન ભાજપના ઉચ્ચ નેતાઓ તથા પદાધિકારીઓ ઠેર ઠેર કાર્યક્રમોનુ આયોજન કરી રહી છે. આ દરમ્યાન આરએસએસના આનુષાંગીક સંગઠન વનવાસી કલ્યાણ આશ્રમના અધ્યક્ષ રામચંદ્ર ખરાડીએ નર્મદામાં વિવાદીત સ્ટેટમેન્ટ આપ્યુ છે. જેમાં તેમને કન્વર્ઝન પર આદિવાસીઓને ટકોર કરી હતી. આ સીવાય પુર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાએ પણ ધમકીભર્યા અંદાજમાં આદિવાસી સમાજને કહ્યુ હતુ કે, કોઈ પણ આદિવાસીઓ એ પોતાની જાતિ પહેલા હિન્દૂ લગાવજો નહી તો લાભથી વંચિત રહી જશો.
બીરસા મુંડાની યાદમાં સરકાર તથા આરએસએસના સંગઠનના નેતાઓ પણ જનજાતી ગૌરવ દિવસની ઉજવણી કરી રહ્યા છે. જેમાં નર્મદા જીલ્લાના રાજપીપળામાં રામચંદ્ર ખરાડીએ આદીવાસીઓના ધર્મ પરિવર્તન મામલે વિવાદીત સ્ટેટમેન્ટ આપતા કહ્યુ હતુ કે, જે આદીવાસીઓ સમાજને છોડી મિશનરી ધર્મમાં (ક્રીશ્નીયાનીટીમાં) જશે તેવા આદિવાસીઓને રક્ષણ નહી મળે. જેમાં તેમને સરકાર પાસે એવી માંગ પણ કરી હતી કે, સરકાર ખરડો પસાર કરે, જેમાં આદિવાસી સમાજના લોકો અન્ય ધર્મમાં જશે તો તેમને આદિજાતીનો દરજ્જો છીનવાઈ જશે. તથા કોઈ આદિવાસીના સરકારી લાભો પણ મળે નહી. આ સીવાય તેમને મિશનરી સંસ્થાઓ(ક્રીશ્નીયન મિશનરી ) ઉપર પણ હુમલો કરતા કહ્યુ હતુ કે, આ સંસ્થાઓ આદિવાસીઓનુ જ કેમ ધર્મપરિવર્તન કરાવે છે. જો કોઈ આદિવાસી ધર્મ પરિવર્તન કરવા ઈચ્છે છે તો તેમને પહેલા આદિવાસી સમાજ અને લાભ છોડવા પડશે.
આદિવાસીઓમાં અવાર – નવાર ધર્મ પરિવર્તનના મામલા સામે આવતા હોય છે ઉપરાંત કેટલાક આદિવાસી સંગઠનો આદિવાસીનો અલગ ધર્મ કોડની પણ માંગ કરે છે. જેમાં ગુજરાતના આદિવાસી અસ્મીતાની લડાઈના ચેહરો બનેલા ધારાસભ્ય છોડુભાઈ વસાવા પણ આ માંગનુ સમર્થન કરે છે. અલગ ધર્મ કોડની માંગમાં આદિવાસી સંગઠનો પોતાને હિન્દુ ધર્મનો હિસ્સો નથી માનતા જેથી લીંગાયતની માફક આદિવાસીઓ માટે પૃથક ધર્મ કોડની માંગ કરાઈ રહી છે. આ સીવાય દિલ્હી સહીત અનેક સ્થળોએ આદિવાસી સંગઠનોએ આંદોલન પણ કર્યા છે.
જેથી આ સંદર્ભે મનસુખ વસાવાએ અલગ ધર્મ કોડની માંગ કરી રહેલા લોકોને કાઉન્ટર કરવા જ આજ રોજ નર્મદા જીલ્લાના રાજપીપળા ખાતે જનજાતી ગૌરવ દિવસે બેફામ નિવેદન આપતા કહ્યુ હતુ કે, “આદિવાસી હિન્દુ છે, હિન્દુ છે, હિન્દુ છે અને હિન્દુ જ રહેશે. જેને જે તોડવુ હોય તે તોડી લે” આ સિવાય તેમને એમ પણ કહ્યુ હતુ કે, “દરેક આદિવાસીઓએ પોતાની જાતિ પહેલા હિન્દૂ લગાવજો નહી તો સરકારી લાભોથી વંચિત રહી જશો”
તમને જણાવી દઈયે કે, ઓક્ટોમ્બર 2020માં આરએસએસની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં દત્તાત્રેય હોસબોલેની હાજરીમાં રાજેસ્થાનના વનવાસી કલ્યાણ પરિષદના અધ્યક્ષ રામચંદ્ર ખરાડીને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. રાજેસ્થાનના ઉદયપુર જીલ્લાના ખરબર ગામના એક ભીલ પરિવારમાં જન્મેલા રામચંદ્ર ખરાડી સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ, તથા એડિશનલ ડીસ્ટ્રીક્ટ ઓફિસર જેવા અનેક સરકારી પદો પર સેવા આપી ચુક્યા છે. જેમને 2014માં સરકારી નોકરીમાંથી સ્વેચ્છીક નિવૃતી આપી બાદમાં આરએસએસમાં જોડાયા હતા.
બીરસા મુંડાનો ઉલગુલાન
અંગ્રેજ સલ્તનતમાં આદિવાસીઓનો સંઘર્ષ અઢારમી સદીથી ચાલી રહ્યો હતો. 1766ના પહાડીયા બળવાથી લઈને 1857ના વિદ્રોહ સુધી આદિવાસીઓ સતત સંઘર્ષ કરતા રહ્યા. 1895 થી 1900 સુધી, બિરસાનો મહાન બળવો ‘ઉલગુલાન’ ચાલ્યો. આદિવાસીઓને જળ, જંગલ-જમીન અને તેમના કુદરતી સંસાધનોમાંથી સતત બેદખલ કરવામાં આવી રહ્યા હતા તેની સામે તેઓ અવાજ ઉઠાવતા રહ્યા.
1895માં, બિરસાએ અંગ્રેજો દ્વારા લાદવામાં આવેલી જમીનદારી પ્રણાલી અને મહેસૂલ પ્રણાલી સામેની લડાઈ સાથે જંગલ-જમીન માટે યુદ્ધ કર્યુ હતુ. આ સીવાય બિરસા મુંડાએ વ્યાજખોર મહાજનો સામે પણ યુદ્ધ જાહેર કર્યું હતુ. જે શાહુકારો/મહાજનો તેઓ લોનના બદલામાં આદીવાસીઓની જમીન પર કબજો કરી લેતા હતા. જેથી તે માત્ર બળવો નહોતો પરંતુ આદિવાસી અસ્મીતા, સ્વાયત્તતા,ઓળખ અને સંસ્કૃતિને બચાવવાની લડત પણ હતી.
બીરસા મુંડા તેમની શરૂઆતના જીવનમાં મિશનરી સ્કુલમાં અભ્યાસ કરતા હતા બાદમાં તેમને અભ્યાસ છોડી દીધો હતો. બાદ તેમને પોતાના વિસ્તારમાં જાગૃતતાના કાર્યો શરૂ કર્યા હતા. આદિવાસી હૈજા, ચેચક, સાંપના કરડવાનો તથા પ્રાણીઓના અટેકને ભગવાનની મરજી સમજતા હતા. પરંતુ બીરસા મુંડા લોકોને સમજાવતા કે આવી ચૈચક, હૈજા જેવી બીમારીઓથી કેવી રીતે સામનો કરવો. આથી સામાજીક પ્રવૃત્તીઓથી ધરતી આબા બની ગયા હતા.
બાદમાં બીરસા મુંડાની નજર આદિવાસી સમાજની ગરીબી પર પડી હતી. જેથી તેમને આદિવાસીઓના હક્ક અધિકાર માટે લડાઈ શરૂ કરી હતી. ઉપરાંત અંગ્રેજોએ ઈન્ડીયન ફોરેસ્ટ એક્ટ પણ લાગુ કર્યો હતો. જેમાં આદિવાસીઓને તેમની જમીનમાથી બેદખલ કરવાની ભીંતી સેવાઈ હતી. જેથી આદિવાસીઓએ બીરસા મુંડાના નેતૃત્વમાં હથીયાર ઉઠાવી લીધા હતા. આ સંગ્રામમાં બીરસા મુંડાએ અંગ્રેજ સેના સામે ગોરીલા યુદ્દધ કરતા હતા. જેથી અંગ્રેજ સેના બીરસા મુંડાથી ખુબ ભયભીત થઈ હતી. તેમને પકડવા માટે અંગ્રોજોએ એ વખતે રૂપીયા 500નુ ઈનામ જાહેર કર્યુ હતુ. બીરસા મુંડાની અંગ્રેજો સામે આખરી લડાઈ 1990માં રાંચીના ટુંબરી પહાડીઓ પર થઈ હતી. જેમાં 500 જેટલા લોકોનુ મોત થયુ હતુ. ગોરીલા યુદ્દમાં તો અંગ્રેજો ક્યારેય બીરસા મુંડાને ક્યારેય હરાવી કે પકડી શક્યા નહી. પરંતુ 500 રૂપીયાના ઈનામની લાલચે બીરસા મુંડાની જાતીના લોકોએ જ બાતમી આધારે તેમની ધરપકડ કરાવી દીધી હતી.
1900માં જમકોપાઈ જંગલમાંથી વિવિધ ગુનાઓમાં 460 લોકોની સાથે બીરસા મુંડાની ધરપકડ કરવામાં આવી હતી. જે પૈકી 63 દોશી જાહેર થયા હતા. આ કેસની કાર્યવાહી દરમ્યાન બીરસા મુંડાનુ અવસાન જેલમાં જ થઈ ગયુ હતુ.