સુરતમાંથી ફરિવાર બળાત્કારની ઘટના સામે આવી છે. જેમાં કિશોરી સાથે તેના જ કુંટુબના વ્યક્તિએ બળાત્કાર ગુજારી પ્રેગ્નન્ટ કરી નાંખી હતી. બાદમાં કિશોરની પેટમાં દુખાવો થતાં આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
સુરતના સિંગણપોરમાં રહેતા પરિવારની કિશોરી તેના ભાઈના સસરાના ઘરે રાજેસ્થાન ખાતે ગઈ હતી. ત્યાં ભાઈના કાકા સસરાએ તકનો લાભ ઉઠાવી આ કિશોરી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જેને ધમકી પણ આપી હતી કે આ વાત તુ કોઈને કરતી નહી. બાદમાં કિશોરી તેના ઘમે સુરત પરત ફરી હથી ત્યારે તેને પેટમાં દુખાવો થતાં દવાખાને લઈ જતાં આ મામલાનો ખુલાશો થયો હતો.
આ સમગ્ર મામલાની જાણ પરિવારને થતાં પરિવારનો હોશ ઉડી ગયો હતો. આ બાબતે તેમને આરોપી વિરૂધ્ધ સિંગણપોર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવી હતી. જેથી પોલીસે ગુનો દાખલ કરી ઘટના રાજેસ્થાનના બાંસવાડામાં બની હોવાથી મામલો રાજેસ્થાન ટ્રાન્સફર કર્યો છે.